________________
શ્રી રામવિજયજી. શ્રી ઋષભ જિન સ્તવન,
(યોગમાયા ગરબે રમે રે જે-એ દેશી.) ઓળગડી આદિનાથની જે, કાંઈ કીજીએ મનને કેડ જે; હેડ કરે કુણુ નાથની જે, જેહના પાય નમે સુર કોડ જે.
ઓળ૦ ૧ વાહત મરુદેવીને લાડલે જે, રાણી સુનંદા હઈડાને હાર જે; ત્રણ ભુવનને નાહલે જે, માહરા પ્રાણતણું આધાર જે.
ઓળ૦ ૨ વાહલે વીસ પુરવલખ ભોગવ્યું જે, ડુંકમરપણું રંગાળ જે મનડું મોહ્યું રેજિનપસું જે, જાણે જગમાં મોહનવેલ છે.
ઓળ૦ ૩ પાંચસે ધનુષની દેહડી જે, લાખ પુરવ ત્રેસઠ રાજ જે; લાખ પુરવ સમતા વર્યા જે, થયા શિવ સુંદરી વરરાજ જે.
ઓળ૦ ૪ એહના નામથી નવનિધ સંપજે જે,
વળી અલિયવિઘન સવિ જાય છે, શ્રી સુમતિવિજય કવિરાયને જે, ઈમ રામવિજય ગુણ ગાય જે.
ઓળ૦ ૫ શ્રી શાંતિનાથ સ્તવન.
અંબા વિરાજે છે-એ દેશી. સુંદર શાંતિજિમુંદની, છબી રાજે છે, પ્રભુ ગંગાજલ ગંભીર, કરતિ ગાજે છે.