________________
ર૧૪ જૈન ગૂર્જર સાહિત્યને અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી પાશ્વનાથ સ્તવન.
(ફલ વર્કિંપાસ સદા સુખદાઈ—એ દેશી.) પાસજિનેસર પુરિસાદાણી તેવીસમે જિનરાય રે; અશ્વસેન નૃપ વંશ વિભૂષણ વામા માતા જાયે. રે પા૧ વાણુરસી નયરી ને રાજા, નવકર તનું નીલવરણે રે; અહિ લંછ જિન પાસ નામે ચરણે રે. પા૨ દશ ગણધર ગિરૂયા છે જેહને, સોલસહસ મુનિરાયા રે; સાહૂણ અઠતીસ સહસ કહીએ, હસ્ત દિખિત સમુદાયારે. પા૩ એક સત વરસ તણું જસ જીવિત, વંછિત આસાપુરે રે, ધરણરાય પદમાવતી દેવી, સંકટ સઘળાં શુરે રે. પા૪ કમઠ થકી અહી જલણિ જલંતે, ઉગારી કર્યો ઈદે રે; તિમ મુઝને ભવદવથી રાખે, જિમ હેઈ પરમાનંદ રે. પા૫ તેહને સમકિતનું ફલ લીધ, જે તુહને આરાધે રે; જ્ઞાન ગુણે સુખસાગર વાઘે, સહજે શિવ સુખ સાધેરે. પા૬
શ્રી વીરજિન સ્તવન.
(આદર છખિમા ગુણ આદરિ—એ દેશી.) શ્રી મહાવીર મનહર મૂરતિ, નયણે દીઠી જિહાંરેજી કાલ અનાદિ ભવૃભવિ સંચાં, નાઠાં દુરિ તિહારેજી. શ્રી૧ શ્રી સિદ્ધારથ નૃપ તિસલાનંદન, કંચન કેમલ કાયા; સાત હાથ તનુ કેસરિ લંછન, બહેતરિ વરસનું આયજી. શ્રી૨