________________
છ જેવાં કે દૂહા ધૂપદ, એકતાલી, ચોપઈ સરસ્વતી ધઉલ, છપ્પય, ગૂજરી વગેરે છે. આ પરથી પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને જણાયું કે “ગૂજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રૂપ આપનાર જેનો જ હોય એમ માનીને બહુ કારણ છે.” તેમ સ્પષ્ટ સમજાય તેવું છે.
સંવત ૧૪૮૯ માં શ્રી જયસાગર ઉપાધ્યાયે “વયરસ્વામિ ગુરુ રાસ” તથા બીજી ઘણી સાહિત્ય રચના કરી છે. જેની વિગતવાર યાદિ બીજે આપવામાં આવી છે. તેઓશ્રીએ વીસ તીર્થ કરના સ્તનનોની (ચોવીસી) બનાવી છે. ગૂજરાતી ભાષામાં તેમની ચાવીસી પ્રથમ છે. તે પછી સલમી સદીમાં જે જે મુનિવરેએ બહોળા પ્રમાણમાં રાસે વગેરે રચાં છે. તેમાંથી થોડા નામે અત્રે નાંધીએ છીએ.
પ્રખ્યાત કવિ લાવણ્ય સમય જેમણે સં. ૧૫૬૮ માં “વિમલ પ્રબન્ધ રાસ” રચ્યો તથા ઘણા રાસો, છંદ, સંવાદો ચોપાઇ, સ્તવન રહ્યા છે–તેમનું ચતુર્વેિશતિ જિન સ્તવન માલિની છંદમાં ૨૭ કડીનું બનાવેલું છે.
સંવત ૧૫૬૦ માં શ્રીસિંહકુશલે “નંદ બત્રીશી ચોપાઈ રચી. સંવત ૧૫૬૫ માં શ્રીઉદયભાનુએ “વિક્રમસેન ચોપાઈ ” રચી. સુધી ચાલી આવે છે. જુની લૂજરાતીનું સાહિત્ય જૈનેતરો કરતાં જેનું વિશેષ છે. પ્રધાન સૂર ધર્મલક્ષી છે પણ સાંસારિકતાને તેમાંથી સર્વથા દેશવટો મળ્યો નથી અને પ્રત્યેકના અગ્રિમ કવિઓ તરીકે જૈનેતરોમાં જેમ નરસિંહ તથા મીરાંના, ભાલણ, પદ્મનાભ ને નાકરનાં કીર્તિમંત નામો છે, તેમ જેમાં શાલિભદ્ર, સેમસુંદર અને જયશેખર તથા લાવયસમણ્ય જેવા સ્મરણીય નામ પણ છે એ હકીક્ત લક્ષમાં રહે એ જરૂરનું છે.
“(વિજયરાવ કલ્યામરાવ હૈદ્ય )