________________
સંવત ૧૫૧ માં શ્રી ધર્મવે “અજાપુત્ર રાસ રચ્યો. સંવત ૧૫૯૩ માં , “વયરસ્વામી રાસ” , સંવત ૧૫૭ર માં શ્રીસહજસુંદરે “ગુબુરનાકર છંદ :
આમાં જુદા જુદા છંદમાં શ્રી સ્થૂલિભદ્ર ચરિત્રનું વર્ણન છે. સંવત ૧૫૭ માં શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ “શ્રી વસ્તુપાલ તેજપાલ
રાસ” ર. સંવત ૧૫૯૯ માં શ્રી વિનયસમુદ્ર અંબડ ચઉપઈ રચી. સત્તરમી સદી– સંવત ૧૬૧૫ થી ૧૬૩૩ સુધી કવિશ્રી સેમવિમલસૂરિએ સાહિત્ય
રચના કરી. સંવત ૧૬૧૦ થી ૧૨૪ સુધી શ્રી કુશલલાભે સાહિત્ય રચના કરી. સંવત ૧૬૩૨ થી ૧૬૬૯ સુધી શ્રી નયસુંદરગણિએ સાહિત્ય
રચના કરી. સંવત ૧૬૫૮ થી ૧૭૦૦ શ્રી સમયસુંદરગણિએ સાહિત્યરચના કરી. સંવત ૧૬દર થી ૧૭૦૦ શ્રીષભદાસકવિએ સાહિત્ય રચના કરી. સંવત ૧૬૧૬ માં કવિશ્રીકુશલલાભે માધવ કામ કુંડલા રાસ રચ્યો. સંવત ૧૬૧૯ માં કવિશ્રી દેવશીલે “વેતાલ પચવીસી” રચી. સંવત ૧૬૩૮ માં કવિશ્રી રત્નસુંદર ઉપાo “શુક બહેતરી (રાસ
મંજરી) રચી. | વિક્રમની સત્તરમી સદીમાં ઘણા વિપુલ પ્રમાણમાં સાહિત્ય-રચના થઈ છે, જો કે તે સમય સંક્રાનિત કાળનો હોવા છતાં ધમ પરાયણ ત્યાગીઓએ જ્ઞાનની ઉપાસના સુંદર કરી છે તે માટે “જૈન ધર્મ પ્રકાશ” જ્યુબીલી અંકમાં સાક્ષર શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતાએ જણાવ્યું છે કે –
“ અલાઉદ્દીન ખીલજીના સરદારે એ ગુજરાતના હિંદુ રાજ્યને પાયમાલ કીધું ત્યારપછી અંધાધુંધીમાં નાસભાગ કરતાં બ્રાહ્મણોએ