________________
જીવણશ્રી વિજયજી. ધ્યાન ધરીને જિન સેવાસે, જેહ નરે નિત્ય ધ્યાયા; પરગટ પંચમગતિના ઠાકુર, તે થયા તે જ સવાયા છે. મેં૦ ૨ આ ભવ પરભવ વલીય ભવભવ, અનંત અનંત જિનરાયા; અનંત લીલામેં જે જઈ વસિયા, તે માહરે મન ભાયા રે. મેં૦ ૩
મુનિ શશિ શંકર ચન, પરવત વર્ષ સેહાયા; ભાદો માસની વદિ આદ્યા ગુરૂ, પૂર્ણ મંગલ વરતાયારે. મેં૦ ૪ રાણકપુરમેં રહીય ચોમાસું, જગ જશ પડહ વજાયા; દિન દિન ચડત કલા થઈ જાણે, હૃદયકમલ જિન ધ્યાયારે. મેં૦ ૫ ભવદુઃખ વારક સક્લ ભદ્વારક, શ્રી હીરવિજય સૂરિરાયા; તસ શિષ્ય શુભવિજય પયસેવક, જયવિજય જસ લાયારે.
મેં૦ ૬. શિષ્ય સુખંકર નિત્યવિજય બુધ, જીવવિજય સુપસાયા; જીવણુવિજયે જિન ચોવીસે, ગાતાં નવનિધિ પાયારે. મેં ,