________________
જ્યોતિધર મહાપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૩૭ ચરણ તુઝ શરણમેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા, ભવતરણ કરણદમ સરમ દાખે; હાથજોડી કહે જસવિજય બુધ ઈસ્યું, દેવ નિજ ભુવનમાં દાસ રાખે.
આજ૦ ૭ શ્રી મહાવીર જિન સ્તવન.
.
(૧૫)
દુઃખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે, | ભેટયા ભેટયા વીરજિર્ણોદ રે; હવે મુજ મન મંદિરમાં પ્રભુ આવી વસે રે, પામું પામું પરમાનંદ રે.
દુઃખ૦ ૧ પીઠબંધ ઈહાં કીધે સમકિત વજને રે,
કાઢ કાઢયે કચરે ને ભ્રાંતિ રે; ઈહાં અતિ ઊંચા સેહે ચારિત્ર ચંદુઆ રે, રુડી રુડી સંવર ભીત્તિ રે.
દુઃખ૦ ૨ કર્મ વિવર ગેખિં ઈહાં મતી ઝુમણું રે,
ઝુલઈ ઝુલઈ ધી ગુણ આઠ રે; બાર ભાવના પંચાલી અચરજ કરે રે, કરિ કરિ કરણિ કાઠ રે.
દુઃખ૦ ૩ ઈહાં આવી સમતા રાણમ્યું પ્રભુ રમે રે,
સારી સારી સ્થિરતા સેજ રે; કિમ જઈ સક એક વાર જે આવા રે,
રંજયા રંજયા હિયડાની હેજ રે. દુઃખ૦ ૪