________________
જ્યોતિધર મહેપાધ્યાય શ્રી યશોવિજય. ૧૧૯
(૧૩) 00000000000000000000000000 છે જયોતિધર મહેપાધ્યાય શ્રી યશોવિજયજી, આ 00000000
પ્રખર નિયાયિક, તાર્કિક શિરોમણું, મહાન જ્યોતિર્ધર, ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય શાસન પ્રભાવક, ગૂર્જરરત્ન પૂજ્યપાદ શ્રી યશોવિજયજીને જન્મ ગુજરાતમાં પાટણ પાસે ધીણોજથી ત્રણ માઈલ દૂર આવેલા કહેાડુ ગામમાં થયો હતો. તેઓશ્રીનો જન્મ સંવત મલતો નથી. તેઓશ્રીના પિતાનું નામ નારાયણ અને માતાનું નામ સોભાગ હતું.
સાત વર્ષની ઉમરે સાંભળવા માત્રથી ૪૪ ગાથાનું શ્રી ભકતામરસ્તોત્ર સંસ્કૃત કંઠસ્થ કર્યું હતું. આ વાત જાણી મુનિવર શ્રી નવિજયજીએ જશવંતકુમારની માગણી તેમની માતાજી પાસે કરી. જૈન આગેવાને એકત્ર કર્યા. કુટુંબમાં સાત ઘર વચ્ચે એકને એક પુત્ર હોવા છતાં માતાજીએ રજા આપી અને સં, ૧૬૮૮માં પાટણમાં આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીને હાથે દીક્ષા આપવામાં આવી. સાથે તેમના ભાઈ પદમસિંહે પણ દીક્ષા લીધી. જેમનું નામ મુનિશ્રી પદમવિજયજી રાખવામાં આવ્યું. ગુરૂ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. અગીયાર વર્ષ બાદ સંવત ૧૬૯૯માં અમદાવાદમાં આઠ અવધાન કર્યા. તે સમયે શેઠ ધનજી સુરા તથા સંધના અન્ય અગ્રણીઓએ તેમને વધુ અભ્યાસ કરાવવા વિનંતી કરી; ને કાશી અભ્યાસ કરવા પિતાના ગુરૂ શ્રી નયનિજયજી મહારાજ સાથે ગયા. તે સમયે બ્રાહ્મણ પંડીતોને ખરચ અમદાવાદના વતની શાહ ધનજી સુરાએ કર્યો ત્યાં ત્રણ વર્ષ રહી જાય, તર્ક વગેરે વિષયોને અભ્યાસ કર્યો ને વિદ્યાગુરૂને અપૂર્વ પ્રેમ મેળવ્યો, અને ન્યાયશાસ્ત્રને અભ્યાસ કર્યો, એટલું જ નહિ પણ અન્ય છ એ દર્શનેનું તલ સ્પેશિ અધ્યયન કર્યું.