________________
૧૨૦ જેન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
એક વખતે દક્ષિણ દેશના કેઈ પંડિતે કાશીમાં આવી ઘણા વિદ્વાન બ્રાહ્મણોને વાદવિવાદમાં જીતી લીધા પછી પંડિત મુનિ શ્રી યશોવિજયજી સાથે શાસ્ત્રાર્થ ગોઠવા, શ્વગુરૂ અને વિદ્યાગુરૂના આશીર્વાદ સાથે તે ભટ્ટારક પંડિત સાથે સેંકડો પંડિતે સમક્ષ શાસ્ત્રાર્થ કર્યો અને જીત મેળવી. કાશીના ૫ ડિતની લાજ રાખી. તે સમયે કાશીના પંડિતોએ તેમને ન્યાયવિશારદની પદવી આપી. વળી ગંગા નદીને કિનારે સારસ્વત મંત્ર બીજને જાપ કરી શ્રી સરસ્વતી દેવીને પ્રસન્ન કરી કવિત્વ શક્તિ આદિનું વરદાન મેળવ્યું. કાશીથી પાછા ફરતા ગુરૂશ્રીને જણાવ્યું કે કઈ સમયે જરૂર પડે ગુજરાત જરૂર પધારજો. કાશીથી આગ્રા ગયાં ને ત્યાં ચાર વરસ રહી તર્કશાસ્ત્રને વધુ અભ્યાસ કર્યો. ત્યાંથી એક વખતે ગુજરાત આવી ખંભાતમાં ચોમાસું કર્યું. તે સમયે કાશીથી પોતાના બ્રાહ્મણ વિદ્યાગુરૂ પધારતાં તેમનું બહુમાન કરી હજારો રૂપીઓની દક્ષિણ અપાવી. ત્યાંથી વિહાર કરી અમદાવાદ નાગારી સરાઈના ઉપાશ્રયે પધાર્યા. તે વખતે ગુજરાતના સુબા મહેબતખાનના આગ્રહથી અઢાર અવધાન કર્યા અને જેન શાસનની પ્રભાવના થઈ. તે સમયે શ્રી સંઘે ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયદેવસૂરિજી ને પૂ. મુનિવર શ્રી યશોવિજયજીને ઊપાધ્યાય પદ આપવા વિનંતી કરી. જેથી તેમની આજ્ઞાથી સંવત ૧૭૧૮ માં આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજીએ વીસસ્થાનક પદનું આરાધન કરાવી ઉપાધ્યાય પદવી આપી. ત્યારબાદ પાટણથી વિહાર કરતાં ફરી અમવાદ પધાર્યા. તે સમયે ઉપા શ્રી માનવિજયજી ત્યાં માસું હતા તેમના વ્યાખ્યાનમાં ઘણું લેકોની ભીડ થતી હતી. તે જાણું તેઓશ્રી તેમના વ્યાખ્યાનમાં ગયા અને ઉપા. શ્રી માનવિજયજીની વ્યાખ્યાનશૈલાથી પ્રસન્ન થયા. એજ અસામાં લીંબડીનીવાસી દેસી મેઘજીના પ્રતિબધ માટે દેઢસો ગાથાનું સ્તવન રહ્યું અને સવાસો ગાથાનું તથા સાડીત્રણસો ગાથાના સ્તવને પણ રહ્યા. કેટલાક વિરોધીઓએ ટોણો માર્યું કે મહારાજ તો રાસડા બનાવે છે. તે વાત સાંભળી