________________
શ્રી આનંદઘનજી.
૧૦૫ દુષ્ટ જન સંગતિ પરિહરિ, ભજે સુગુરૂ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત ભાવજે, ઘરે મુગતિ નિદાન રે. શાંતિ. ૮ માન અપમાન ચિત્ત સમગણે. સમગણે કનકપાષાણુરે; વંદકનિંદક સમગણે, ઈસે હોય તું જાણું રે. શાંતિ૯ સર્વ જગ જંતુને સમગણે, ગણે તૃણ મણિ ભાવ રે; મુગતિ સંસાર બિહુ સમ ગણે, મુર્ણ ભવજલનિધિ નાવ રે.
શાંતિ. ૧૦ આપણે આતમ ભાવ જે, એક ચેતનાધાર રે, અવર સવિ સાથ સંગથી, એહ નિજ પરિકર સાર રે.
શાંતિ. ૧૧ પ્રભુ મુખથી ઈમ સાંભલી, કહે આતમરામ રે; તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સિધ્ધાં સવિ કામ રે. શાંતિ. ૧૨ અહ અહા મુજને કહું, ન મુજ નમે મુજજ રે; અમિતફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે. શાંતિ. ૧૩ શાંતિ સરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે; આગમમાંહિ વિસ્તર ઘણે, કહ્યો શાંતિ જિન ભૂપ રે.
શાંતિ. ૧૪ શાંતિ સરૂપ ઈણ ભાવણ્ય, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામયે, તે લહિયે બહુમાન રે. શાંતિ. ૧૫
શ્રી નેમનાથ સ્તવન.
(૩) (રાગ-માસણી.).
(ધણરા ઢેલા-એ દેશી.) અષ્ટ ભવંતર વાલહી રે, તું મુઝ આતમરામ મનરાવાલા; મુગતિ નારીસું આપણે રે; સગપણ કેઈ ન કામ. મ.