________________
૧૦૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી શાંતિનાથ સ્તવન.
(૨)
(રાગ મહાર-ચતુર ચોમાસે પડકમી. એ દેશી.) શાંતિજિન એક મુજ વિનતી, સુણે ત્રિભુવનરાય રે, શાંતિ સરૂપ કિમ જાણીયે, કહો મન કિમ પરખાય રે.
શાંતિ૧ ધન્ય તું આતમ જેહને, એહવે પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળે, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ. ૨ ભાવ અવિ શુદ્ધ સાવ શુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તિમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિ પદ સેવ રે.
શાંતિ. ૩ આગમધર ગુરૂ સમકિતી, ક્રિયા સંવર સાર રે, સંપ્રદાઈ અવંચક સદા, સુચિ અનુભવ ધાર રે. શાંતિ૪ શુદ્ધ અવલંબન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાવિકી સાલ રે.
શાંતિ૫ ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિ રે.
શાંતિ- ૬ વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરેજ રે; ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈ આગમે બેધ રે.
શાંતિ૭