________________
શ્રી આનંદઘનજી.
૧૪માં શ્રી અનંતનાથજીના સ્તવનમાં શ્રી જિનેશ્વરની આજ્ઞા પાળવી કેટલી દોહલી છે તેનું વર્ણન કવિશ્રી કરે છે. ધારતરવારની સોહલી, દેહેલી, ચઊદમા જિનતણી ચરણ સેવા ધાર પર નાચતાં દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.
- ધા૨૦ ૧
૧૫માં સ્તવનમાં શ્રી ધર્મનાથજી સ્તવનમાં ધમ આત્માનું લક્ષણ
કવિશ્રી બતાવે છે. ધર્મ જિનેસર ગાઉ રંગશું, ભંગ મ પડશે હો પ્રીત–જિ. બીજે મનમંદિર આણું નહી, એ અમ કુલવટી રીત-જિ. ૧
ધર્મ જિનેસર ગાઉ રંગશું. ધરમ ધરમ કરતો જગ સહ ફરે, ધરમન જાણે હે મર્મ–જિ. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈન બાંધે છે કર્મ-જિ. ૨
મન મધુકર વર કરડી કરે, પદકજ નિકટ નિવાસ-જિ. ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ-જિ. ૩
- ધર્મ જિનેસર ગાઊ રંગશું.
સેલમા શ્રી શાંતિનાથજીના સ્તવનમાં આત્મશાંતિ અને સમભાવનું - કવિશ્રી નિરૂપણ કરે છે.
' શાંતિજિન એક મુજ વિનંતિ, સુણે ત્રિભુવન રાય રે, શાંત સરૂ૫ કિમ જાણીએ, કહે મન પરખાય રે. શાંતિ. ૧