________________
૯૮ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. ૧૧મા શ્રી શ્રેયાંસનાથ સ્તવનમાં અધ્યાત્મજ્ઞાન વિષે કહે છે – નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએરે;' જે કીરીયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે, ૩
- શ્રી શ્રેયાંસજિન અંતર જામી.
અધ્યાત્મ જે વસ્તુ વિચારી, બીજા જાણે લબાસી રે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે. ૬
શ્રી શ્રેયાંસ જિન અંતર જામી આતમ રામી નામી રે.
૧૩મા શ્રી વિમલનાથ સ્તવનમાં પ્રભુદર્શનથી આત્માને, તે આનંદ પ્રગટ કરી પ્રભુપદની માગણી કરે છે. દુઃખ દેહગ દ્વરે ટળ્યા રે, સુખ સંપદ શું ભેટ; ધીંગ ધણી માથે કીયા રે, કુણ ગંજે નર પેટ,
વિમલ જિન દીઠાં લેયણ આજ મ્હારાં સિધ્ધાં વંછીત કાજ, વિમલ જિન દીઠાં લેયણ આજ. ૧
અભિય ભરી મૂરતી રચી રે, ઊપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખતાં તૃપ્તિ ન હોય. ૬
વિમલ જિન દીઠાં લેયણ આજ. એક અરજ સેવક તણી રે, અવધારે જિન દેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. ૭
વિમલ જિન દીઠાં લેાયણ આજ.