________________
શ્રી આણંદદ્ધન.
(૭)
શ્રી આણંદવર્તન,
ચાવીસી રચના સં. ૧૭૧૨. શ્રી ખરતરગચ્છમાં આ મુનિ શ્રી મહિમાસાગરના શિષ્ય થયા છે. તેઓની ચોવીસી સુન્દર રાગ-રાગણીવાળી છે.
તેઓએ બનાવેલું શ્રી અંતરિક્ષ પાનાથ તવનમાં તેઓએ જે હદયસ્પર્શી વિનંતી કરી છે તે ભણતા વાંચતાં આત્મા શાંત રસમાં તરબોળ થઈ જાય છે. અવશ્ય મોઢે કરવા જેવું છે.
આ સિવાય તેમની બીજી સાહિત્ય રચના જાણવામાં નથી. આ સાથે તેઓના પાંચ સ્તવને તથા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથને છંદ આપે છે.
શ્રી ગહષભજિન સ્તવન.
(૧)
(શ્રી જિનવાણી મયા કો-એ દેશી) આદિ જિણુંદ મયા કરુ, લાગે તુમ્હર્યું નેહા રે દિનરયણા દિલમેં વસે, ચાતુક ચિત્ત મહા રે.
બલિ જાઉ વાત સુણો મેરી. ૧ - મરુદેવી કે લાલના, મૂરતિ નવલ સુહાની રે; અંખી યા તપતિ બૂઝાવહી, ક્યું પ્યાસે કુંપાની રે. બલિ૦ ૨ તુમ્હ સાહિબ હમ દાસ હૈ, સબ કછુ કર હે દિલાસા રે; આનંદવર્ધન કે પ્રભુ, હમ હે તુમ્હારી આસા રે. બલિ૦ ૩