________________
૬. જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. ભગતવત્સલ જિનરાજ સદાઈ
કિમ વિરચે વરદાઈ . ભવિ. ૫
શ્રી મહાવીર જિન સ્તવન.
(સુણ ગુણ વાલધા–એ દેશી) ભવિક કમલ પડિબેહ, સાધુતણે પરિવાર, ગામ નગર પુર વિહરત, મિલિ ન સકયે તિણવાર રે,
ચરમ જિસેસર લીને સિવપુર વાસે રે. ૧ ચરમ જિણેસર લણ, સિવપુર વાસી રે; સબલ વિમાસણ, કેમ કરૂં અરદાસો રે. ચરમ- ૨ હવે અળગે જાઈ રહ્યો, તિહાં કિણ કિમ અવરાય; ચલતો સાથ ન કે મિલે, કિમ કાગળ દિવરાયે રે. ચરમ૦ ૩ વાત કહું તે સંભળે, દૂર થકે પણ વીર; પણ પાછો ન ઉત્તર લિખે, તિણમે મન દિલગીર રે. ચરમ૦ ૪ ઈમ જિનરાજ વિચારતાં, આ ભાવ પ્રધાન; તિણ તું પરતક્ષમેલ, હવે કર આપસ માન રે. ચરમ૦ ૫
ચોવીસી કળશ. ઇણિ પરિભાવની ગતિ મન આણી, સુધ સમક્તિ સહી નાણી; વર્તમાન ચવીસી જાણી, શ્રી જિનરાજ વખાણી. ૧ જે મૂરતિ નયણે નિરખીએ, જે હાથઈ પૂછ જઈ; જે રસના ઈ ગુણ ગાઈ જઈ, નરભવ લાહે લી જઈજી. ૨