________________
૫૮
જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી,
શ્રી શાંતિનાથ સ્તવન.
(સં. ૧૬૯૪) કાલ અનંતા અનંત, ભવમાંહી ભમતાં હો જે વેદન સહી; શું કહીયે લેઈ નામ, બ્રાહ્મણ પણ હે ગત તિથિ વાંચે નહી. ૧ પારેવાશું પ્રીત, તે જિમ કીધી હે તિમ તુંહીજ કરે; સાંભલી એ અવદાત, સહુકે સેવક હે મન આશા ધરે. ૨ હું આવ્યું તુમ તીર, મહિર કરી મુજપર હે સેમનજર કરે; ન લહે અંતર પીડ, અંતરજામી હે તું કિમ માહરે. ૩ શાને દીન દયાલ, દુઃખીયાં દેખી હો જે નાવે દયા; કુણ કરશે તુજ સેવ, વહેતે વારે છે જે ન કરે મયા. ૪ લા ત્રિભુવન રાજ, જે સાચી હે તુજ સેવા છે; હવે સમવડ, જિનરાજ શૃંખ પ્રમાણે છે જિમ વેલે વધે. ૫
શ્રી નેમિનાથ સ્તવન,
(3)
(રાગ-રામગિરી.) સાંભરે શામલીયા સ્વામી, સાચ કહું શિરનામી રે; વાત ન પૂછે તું અવસર પામો, તે શાને અંતરજામીરે.
સાં. ૧ આગલ ઉભા સેવા કીજે, પણ તું કિમહી ન રીઝે રે; નિશ દિન તુજ ગાયે ગાઈજે, પિણ તિલમાત્ર ન ભીંજે રે.
સાં૦ ૨