________________
૫૬
જેન ગજર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
છે
શ્રી જિનરાજસૂરિ.
[ચવીસી-રચના સંવત. ૧૬૯૪.]. શ્રી જિનરાજરિના પિતાનું નામ ધર્મસીંહ ને માતાનું નામ ધારલદેવી હતું. તેઓશ્રીને જન્મ સં. ૧૬૪૭ વૈશાખ સુદ 9 થયો હતે સં. ૧૬૫૬ માં બિકાનેરમાં માગશર સુદ ૩ ને દિવસે શ્રી જિનસિંહસૂરિ પાસે દીક્ષા લીધી. વાચક પદ સં. ૧૬૫૮ માં મલ્યું, ને આચાર્ય પદવી સં૦ ૧૬૭૪, ફાગણ સુદ ૭ ના મેડતામાં (ફલેધી પાસે) થઈ હતી.
શ્રી ખરતરગચ્છમાં શ્રી જિનસિંહરિના શિષ્ય આ પ્રખ્યાત આચાર્યશ્રી થયા છે. તેઓશ્રીની ચેવિસી પ્રાચીન છે, ને ભાષા પણ જૂની ગુજરાતી છે. તેઓના શિષ્ય, શ્રી જિનરત્નસૂરિએ પણ ચોવિસી રચી છે. એવું કહેવાય છે કે તેમને અંબિકાદેવીએ વરદાન આપ્યું હતું. તેઓશ્રીએ જેસલમેરમાં, ભણશાલી થેરશાહે જીર્ણોદ્ધાર કરેલા શ્રી ચિંતામણી પાર્શ્વનાથની ચેત્યની પ્રતિષ્ઠા કરી છે. સ ૦ ૧૬૭૫માં શ્રી શત્રુંજયતીર્થ ઉપર અમદાવાદના સંઘપતિ સમજીના પુત્ર રૂપજીએ બનાવેલા ચતુર્મુખ દેરાસરમાં શ્રી રૂષભાચિામુખજી તથા બીજા ૫૦૧ બિબેની પ્રતિષ્ઠા કરી તેઓશ્રીએ ધંધાણ નગરમાં ઘણો વખત થયા જમીનમાં રહેલી પ્રતિમાને પ્રશસ્તિના અક્ષરો જોઈ પ્રગટ કરી હતી. ભ ણવડમાં તથા મેડતામાં ૧૬૭ માં પ્રતિષ્ઠા કરી હતી. તેમણે તર્કશ સ્ત્ર, વ્યાકરણ છંદ, અલ કાર, કેશ, કાવ્ય દિન સારો અભ્યાસ કર્યો હતે. ગાભ્યાસી શ્રી જ્ઞાનસારજી તેઓ માટે કહેતા હતા કે,
જિનરાજશ્નરે બાબા તે અવંધ્ય વચની.”