________________
લવા પડે છે, પિતાના મહિમાને વેગળો કરવો પડે છે, એવા દુઃખનું કારણ જે દેવું તે દુશ્મનને પણ ન હેજો. અરેરે ! તે દેવાથી જ કંટાળીને મને મારૂં રઢીયાળું ગામ છોડવાની જરૂર પડી છે, અરે! મારા રઢીયાળા શહેરનાં હું કયારે દર્શન કરીશ? ખેર ! હવે મારે અહીંથી કયા રસ્તે જવું! આ રસ્તાનો માહીતગાર પણ નથી, દૈવની ઈચ્છા હશે તેમ બનશે. એક ભગતરા સરખા પામર એવા માનવ પ્રાણીનું ધાર્યું કાંઈ બનતું નથી. હા! હું નહોતો ધારતો કે મારે માથે ભવિષ્યકાળમાં જંગલ નિર્માણ થયું છે, તથાપિ મારી આશારૂપ નવ પલવીત લત્તાને છેદન કરનારૂં દુષ્ટ દૈવ મને આજે વનમાં પણ ઘસડી લાવ્યું, ને હજુ પણ કયાં કયાં રખડાવશે, એ જ્ઞાન આજની માનવ શક્તિની બહાર છે. તે મારા સરખાને તેની શું ખબર પડે, હા! જગતના ભીષણ દેખાવથી મારા હૃદયમાં કંપારી છુટે છે. અરેરે ! ગીચ ઝાડીવાળા પ્રદેશમાંથી કોઈ જંગલી જાનવર આવીને કદાચ મારા શરીર ઉપર હુમલો કરે. તે અમે વાણીયાભાઈ શું કરીયે, અરે ! આ ઘોર ગર્જના ક્યાંથી આવી, ખરેખર અહીયાં જ ગલી જાનવર રહેતાં હોય એ સંભવ જણાય છે. હું તો આખો દિવસ રખડી રખડીને અધમુવ થઈ ગયે. ને જંગલ તે વધારેને વધારે બિહામણું આવતું જાય છે. ખેર ! કોઈ વૃક્ષતળે આજનો રાત્રી પસાર કરી પ્રાતઃકાળમાં સૂર્યના લાલિત્ય કિરણોની સાથે જ અને ન્યત્ર રવાને થઈશું. દિવસની મુસાફરી કરીને શ્રમિત થએલો સૂર્ય પણ ધીરે ધીરે રક્તતાની છાયાને વિસ્તાર અસ્તાચળ તરફ ગમન કરવા લાગે છે, અને એ મારા મુસાફરીના ભાઈબંધ સાથે હું પણ પરિશ્રમિત થએલો હોઉં એમ જણાય છે. માટે મારે પણ જંગલી જાનવરોનો ભય ન થાય એવું નિર્ભય સ્થાનક જલદી શોધી કાઢવું જોઈએ, અરે ! પણ હાં હાં આ સામી બાજુ એ નજર કરતાં પેલું શું દેખાય છે, અરે ! આતે મટી જટાવાળે કઈ સીંહ બેઠેલો છે કે કેણ હશે? હા ! મારે તે હદય કંપે છે. અરેરે ! મન હવે જ ગલમાં આવીને તું શા માટે નાહીમત થાય છે? દૈવની ઇચ્છા હશે તેમ બનશે, પણ નિર્મય થઈને ચાલ આપણે જોઈએ તે શું છે? '