SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ છતાં તેનું કલંક તેના ગુણને મલીન કરે છે, તથા મારૂં પાણી શિતળ, નિર્મળ હોવા છતાં ખારું છે, તેથી જગતમાં ભારે તિરસ્કાર થાય છે, માટે મારું ખારાપણું પણ દૂર કરે! એ બે દુઃખોથી હું નિરંતર દુઃખી થાઉં છું. હું અનેક પ્રકારની સંપદાએ કરી ગર્વિષ્ઠ છું, તથાપિ એ બેઉ દુઓથી હું મરેલા જેવો છું. એવી રીતનું પોતાનું દુખ ગાવાને તે ભગવાન પાસે બે વખત આવે છે શું ? એવા ભરતીના ઉછળતા કલૈલાએ કરીને યુક્ત સમુદ્રના કિનારા ઉપર રહેલું સ્થંભનપુર ( ખંભાત) નગર તેના રમણીય ગગન ચુંબિત પ્રસાદમાં રહેવાવાળે ભીમ નામે વ્યવહારીયો પિતાના ફર્નીચચરથી સુશોભિત સુંદર ઓરડાની એક બાજુએ ચિંતાગ્રસ્ત પણે એક આરામચેર ઉપર પડે છે. ચિંતાથી જેના વદન કમળની ચળકાટ કરતી કાંતિ અત્યારે પલાયન કરી ગઈ છે. પિતાને અનેક પ્રકાસ્મી સંપદા છતાં પણ તેની ઉપરથી અત્યારે તેનું દીલ ઉઠી જતાં જાણે કઈ વિયોગી માણસનું સ્મરણ કરતા હોય તેમ તેનું સ્મરણ કરતો આજે ચક્ષુઓમાંથી અશ્રુનાં બિંદુ ટપક ટપક ટપકાવે છે, પિતા ની મોહર અંગુલીઓ ઉપર હીરા માણેકના વી ટીઓ અંધારામાં પણ ઉજાસ આપી રહી છે, તથાપિ લે માત્ર પણ અત્યારે તેની ઉપર પ્રતિ થતી નથી, પોતાને કમળ કંઠ મેતીના હારથી મને હર દેખાય છે છતાં તેની ઉપર પણ તેનું મન રૂચીવંત થતું નથી. આ ચેર ઉપર જાણે ધર્મનું પુતળુજ પડેલું હોય તેમ શૂન્યમય જેવો તે પડેલા છે. અરેરે! જગત બધુ શુન્યકારમયજ છે. હા! હું શું કરું? દુનિયાં અંધકારથી છવાઈ ગઇ. મને તેમનો વિરહ બહુ સાલ્યા કરે છે. જગતમાં દરેક દુખો સહન કરવાં પણ વિયોગનાં દુ:ખ સહન કરવાં મહા દુષ્કર છે માનવીની નિરોગી કાયા છતાં વિરહ એ કુદ રતન તરફને છુપે માર છે, ક્ષય રોગની માફક વિરહના દુઃખથી માણસનું અમુલ્ય શરીર દિન દિન પ્રત્યે ખુાર થઈ જાય છે, અન્ન ઉપર પણું રૂચિ થતી નથી, અરેરે ! આજકાલ કરતાં બાર બાર વ. રસ થઈ ગયાં, પણ તેમનું સ્મરણ હજુ સુધી વિસરતું નથી. કામ, ઓગળી ગઈ છે, હવે તો ફક્ત હાડકાંનો માળે રહે છે, જગતમાં માનવનું જીવન કાચના ટુકડાથી પણ હલકુ છે, તેને વિણસતાં કઇવાર લાગવાની નથી, આ બધી સંપદા અહીં ને અહીં જ રહેવાની છે. કશું મારી સાથે આવવાનું નથી. હવે આ શરીર કયાં સુધી
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy