SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જે અહીં દેરાસર ન થયુ હતું તે પણ મારા મનની આશા મનમાં જ રહી જતે; એટલું જ નહિ પણ મરતાં સુધી તેની મને ખટક પણ રહી જત, પરંતુ શાસનદેવના પસાયથી આપણું કામ હવે સંપૂર્ણ રીતે સફળ થયું છે. માણસ જે કોઈ પણ કાર્ય કરવાની હેશ રાખે અને ખંતથી ઉધમ કરે, અને વારંવાર નિષ્ફળ થતાં પણ પિતાનો ઉધમ તે છેડે નહિ તે છેવટે તે પિતાની ધારણામાં સફળ નિવડી વિજય મેળવવાને તે સમર્થ થાય છે. પ્રકરણ ૧૭ મું. ચતુર્થ વ્રત ગહણ” મિ કે હા! સમુદનું પાણી ચારે તરફ ઉછાળા મારી કર આ આ આ લોલ કરતું કેવું નજરે પડે છે. તેના મધુર શબ્દ શ્રેત્રય વર્ગને કેવા કર્ણ પ્રીષ થઈ પડે છે? તીક્ષણ હી નજરથી નિહાળતાં તે આકાશમાં ઉછળી રહેલા તેના ભયંકર દેખાવ માનવના હૃદયને ભય પણ કદાચ ઉપજાવી શકે ? દરરોજ બે વખત તે પોતાના તટ ઊપર શોભાયમાન એવા સ્થંભનપુર નગરમાં રહેલા તેના મુગુટમણિ સમાન સ્થંભનેશ (પાર્શ્વનાથ) ને ભરતી વડે કરીને નમસ્કાર કરવામાં આવે છે. અને તે ભગવાનની આગળ પોતાની વિતક વાર્તા કથન કર્યા કરે છે. પિકાર કરીને મહતી ગજેનાથી ભગવાનની સ્તુતિ કરી પોતાનું દુઃખ કાપવા દરરોજ બે વખત ભગવાનના પ્રાસાદે આવીને તે અથડાય છે. અને અરજ કરે છે કે હે મુગુટમણે ! મારે જગતમાં બે પ્રકારનાં દુઃખ છે જે મારાં બે દુઃખનો નાશ થાય તો જગતમાં મારૂં અધિક સન્માન થાય. હે ભગવાન! તે દુઃખ દુર કરવાને હું દરરોજ બે વખત તમને અરજ કરવા આવું છું. એકતો મારે પુત્ર ચંદ્ર કલંકી છે, તેનું કલંક દૂર કરો ? કેમકે તે સકલ ગુણ સંપન હેવા
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy