________________
કે ટીકા હોય તે વળી ગ્રંથ સમજવામાં સુગમ બને તે માટે . દષ્ટાંતકથાઓ અને અવાંતર ચર્ચાએ પણ હેય. આમ કરવા જતાં મૂળ ગ્રંથને ઘણે વિસ્તાર થયેલું જોવા મળે. બાલાવબંધની પરંપરાનું પગેરું છેક બીજી સદીના ઉત્તરાર્ધમાં સાંપડે છે, પરંતુ ચૌદમી સદીમાં એ એક પરંપરા તરીકે પ્રતિષિત થાય છે. બાલાવબંધની રચના પાછળ સર્જન કે નવસર્જનને આશય નહોતે. એની રચના પાછળ આનંદ કે અભિવ્યક્તિનું કઈ પ્રયજન નહોતું. એને હેતુ તે મૂળ ગ્રંથને વફાદાર રહીને સાદી ભાષામાં સુગમ બનાવવાનું હતું. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં મળતા કથાપ્રધાન બાલાવબોધે સૌથી વિશેષ મહત્વના છે. એમાં જરૂર પડ્યે મૂળ કથામાં જરૂરી ફેરફારો કરીને એને નવેસરથી કહેલી હોય છે. આડકથાઓને તે પાર હેતે નથી.
બાલાવબે અલ્પજ્ઞ માટે છે, પરંતુ એથીયે ઓછું શાસ્ત્રજ્ઞાન ધરાવતા જનસમૂહને માટે બાલાવબંધના ઉત્તરકાળમાં સ્તબકની રચના મળે છે. આ “સ્તબક અર્થાત “ટબા'માં અન્વયની પદ્ધતિએ કલેકાર્થ આપવામાં આવે છે. મૂળ પંક્તિ ઉપર નાના અક્ષરેમાં ગુચ્છની માફક એને શબ્દાર્થ લખવામાં આવે છે. આથી આવી રીતે લખાયેલા શબ્દાર્થને માટે સ્તબક શબ્દ પ્રચલિત બન્યો છે. જુદી જુદી હસ્તપ્રતમાં ટબાને માટે “ટ”, “ટબૂ’, ‘ટબંક અને ટબાર્થ જેવા શબ્દો મળે છે. ટબ અને બાલાવબે ધમાં એક તફાવત છે. ટબામાં મૂળ શબ્દની ઉપર વ્યાખ્યા આપવામાં આવે છે. જ્યારે બાલાવબેધમાં ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત વ્યાખ્યા આપવામાં આવી હોય છે.
કર્તા પરિચય
ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનભદ્રસૂરિ (વિ. સં. ૧૪૪ થી ૧૫૧૪)ના પટ્ટશિષ્ય આચાર્ય જિનચંદ્રસૂરિ (વિ. સં.