________________
ઉપઘાત
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં પદ્યની માફક ગદ્યમાં પણ વિપુલ ખેડાણ થયું છે. એક સમયે એવી માન્યતા હતી કે પ્રાચીન ગુજરાતી સાહિત્ય બહુધા પદ્યમાં લખાયું છે, પરંતુ જેમ જેમ સશે ધન થતું જાય છે તેમ તેમ એના વિપુલ અને વૈવિધ્યસભર ગદ્યસાહિત્યને
ખ્યાલ આવે છે. આ ગદ્યના અનેક સ્વરૂપ મળે છે. બાલાવબોધ, ઔક્તિક, વર્ણકસંગ્રહ, કથાઓ, કથાસંક્ષેપ અને પ્રાસયુક્ત ગદ્ય એલીમાં રચાયેલી કૃતિઓ મળે છે. ગદ્યમાં દાર્શનિક ચર્ચાઓ, વાદવિવાદ અને પ્રશ્નોતરીના ગ્રંથ પણ સાંપડે છે.
બાલાવબોધ
જૂની ગુજરાતી માં મળતી ગદ્યકૃતિઓમાં ઘણે મોટો ભાગ બાલાવબોધને છે. સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં રહેલા શાથેને લોકભાષા દ્વારા જનસમૂહ સુધી સરળ સ્વરૂપમાં સુલભ બનાવવાની પ્રવૃત્તિ એટલે બાલાવબેધ. “બાલને અર્થ બાળક નહીં, પણ અલ્પજ્ઞ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જ્ઞાનથી વંચિત એવા બાલજનેને એમની જ ભાષામાં સમજ આપવા માટે બાલાવબેધની રચના થયેલી છે. આમાં ક્યારેક અનુવાદ