________________
૨૦ --
અર્થ એ નથી કે આ પુસ્તક હું પંદર વર્ષ સુધી લખતો રહ્યો છું; પણ મારે એટલું જ કહેવાનું છે કે, ૧૫ વર્ષ ઉપર મેં કલા ઉપર લખવાનું શરૂ કર્યું ને તે એમ માનીને કે, આ કામ મેં હવે માથે લીધું છે તો વગર અટકયે હું તે પૂરું કરી શકીશ. પરંતુ નીકળ્યું એવું કે, આ વિષય પરના મારા વિચારે એવા તો અસ્પષ્ટ હતા કે, મને સંતોષે એવી રીતે તેમને હું ગઠવી ન શક્યો. ત્યારથી એ વિષે વિચાર કર્યા કરવાનું મારું અટકયું નથી, અને છ સાત વાર મેં એ ફરી ફરી લખવા માંડયું; પરંતુ દરેક વેળા, તેને ઠીક ઠીક ભાગ લખ્યા બાદ, તે કામને સંતોષકારક રીતે પૂરું કરવા હું અશક્ત નીવડયો, ને તેને પડતું જ મૂકવું પડયું. હવે તે મેં પૂરું કર્યું છે. અને એ કામ ગમે તેવી ખરાબ રીતે મેં કર્યું હશે, છતાં મને આશા છે કે, આપણા સમાજની કલાએ જે ખેટી દિશા પકડી છે ને જેને તે અનુસરે છે, તે વિષેનો, તેના કારણ વિધે, અને કલાના ખરા દયેય વિષેનો મારે મૂળભૂત વિચાર ખરો છે; અને તેથી મારું આ લખાણ નિરુપયોગી નહિ થાય. . . .” (પા. ૧૯૦.)
આવા શબ્દોમાં ટૉસ્ટૉય, પોતાના જીવનનાં છેલ્લાં વર્ષોના આ કાર્ય વિષે લખે છે. એમાં એમણે ખર્ચેલી મહેનત અને લીધેલી ચીવટ . જ નહિ, તેની પાછળ તેમનું જે ચિંતન છે તેય તેને જ અનુરૂપ છે.
કલાનો વિષય આમેય અગમ્ય અને ગૂઢ ગણાય છે. પરંતુ તેથી તે કાંઈ અમુક જ લોકોનો ઠેકો નથી બનતો. કલા સૌને માટે છે. કલા દ્વારા લોકોમાં ધર્મસંસ્થાપન કરવામાં આવ્યું છે. જુઓ દેશ દેશના ધર્મોના વિધિ અને ક્રિયાકાંડો, મંદિરો તથા મૂર્તિઓ, ધાર્મિક ચિત્રો તથા કલ્પનકથાઓ અને પુરાણો. આ બધું કલા દ્વારા સધાયું છે.
એમ જ નહિ, માનવ જીવનને મારક કે તારક બની શકે એવી નાજુકમાં નાજુક, જે સ્ત્રીપુરુષ-સંબંધની વસ્તુ, તેમાંય કલાએ સારી પેઠે ભાગ ભજવ્યો છે. નૃત્ય, સંગીત ઇ૦થી ધર્મસંગઠનમાં જ નહિ, પરંતુ સમાજ સંગઠનમાંય તેની દ્વારા સારી પેઠે કામ લેવાયાં છે. કલા એથી પણ વિચારવાનો મુદ્દો બને છે.
અને માનવ અર્થકારણમાં તે કેવો મુદ્દો બને છે એ તે ટૉસ્ટૉય આ ગ્રંથના આદિમાં અને તેમના “ ત્યારે કરીશું શું?' એ ગ્રંથમાંય