________________
ખરી કલાના વસ્તુ-વિષયની કસોટી ૧૫૭ જેવી) સૌથી વધુ મહત્ત્વની વિગતો સિવાયની બીજી વિગતો નકામી છે ને ઊર્મિના વહનને જ તે રોકે. આથી આ વાત સૌ લોક પામે એવી છે, સૌ પ્રજાઓ અને વર્ગોના આબાલવૃદ્ધ લોક પર અસર કરે છે, અને આપણા સમય સુધી તે ટકી છે ને હજી હજારો વર્ષો ચાલશે. પરંતુ આપણા સમયની ઉત્તમ કથાઓના શરીર પરથી તેમના વિગત-વાગા ખેંચી લો તો શું રહેશે?
એટલે સાર્વભૌમતાની માગણીઓ પૂરેપૂરી સંતોષતી કૃતિઓ અર્વાચીન સાહિત્યમાંથી બતાવવી અશકય છે. જે કૃતિઓ છે તે, ઘણે ભાગે, જેને કલામાં સામાન્યત: વાસ્તવતા કે તાદૃશતા કહેવાય છે, પરંતુ જેને માટે વધારે સારો શબ્દ “પ્રાંતીયતા” છે, તેનાથી કથળેલી છે.
સાહિત્યની કલાની પેઠે જ સંગીતનું પણ છે; અને એકસરખાં જ કારણોથી, તેમાં આવતી લાગણીઓના દારિદ્રને લઈને, અર્વાચીન સંગીતકારોની કૃતિઓ અજબ ખાલી કે વસ્તુહીન અને નજીવી હોય છે. અને એ ખાલી વસ્તુહીન કૃતિઓની છાપને મજબૂત કરવા નવા ગાયકો દરેક ક્ષુલ્લક ચીજમાં, પોતપોતાની રાષ્ટ્રીય ઢબે જ નહિ પણ પોતાનાં ખાસ મંડળ કે સંગીતશાખાની ખાસિયત હોય તે મુજબ, ભાત ભાતના આલાપ ઇત્યાદિના શણગાર-ઢગ ખડકે છે. ગાયન – દરેક ગાયન – એક સ્વતંત્ર ચીજ હોય છે ને સૌ કોઈ તેને સમજી શકે છે, પરંતુ તેને અમુક ખાસ ધાટી કે લઢણમાં બાંધી લો કે તરત તેવી લઢણથી કેળવાયેલા લેક સિવાયના બીજાઓને તે સમજાવી મટી જાય છે. બીજી પ્રજાના સામાન્ય મનુષ્યોને જ નહિ, પણ લઢણનાં અમુક રૂપોને ટેવાયેલી મંડળી સિવાયના બધાને તે પરાયી બની જાય છે. એટલે, કાવ્ય પેઠે સંગીત પણ દોષના ચકરાવામાં પડી જાય છે. ક્ષુલ્લક અને એકદેશી ગાયનની ચીજોને આકર્ષક બનાવવા સારુ, તેમના ઉપર તાલ, સુરાવટ અને વાદ્યોના સાજ વગેરેના ગૂંચવાડાનો બોજો લદાય છે, અને આમ થતાં તે વળી વધારે એકદેશી બને છે. એટલે, સાર્વભૌમ