________________
૧૫૬
કળા એટલે શું? આ વર્ગમાં મૂકી શકાય, પરંતુ ઘણે ભાગે તે બધી એવી છે કે, તેમના મંડળના લોકોને જ માત્ર સમજાય; કેમ કે, તેમાં વહન થતી લાગણીઓ ખાસ અસામાન્ય હોય છે, સ્થળ તથા સમયની ખાસ વિગતોનું તેમાં નકામું વધારે પડતાપણું છે; અને ખાસ તે એ કે, (ઉદાહરણાર્થે સફની વાત જેવા) પ્રાચીન સાર્વભૌમ કલાના નમૂનાની સરખામણીમાં આ કૃતિઓના વસ્તુવિષયમાં દારિદ્ર કે કંગાળતા હોય છે. - સફના ભાઈઓ, તેના પિતાના હેતની અદેખાઈથી, તેને વેપારીઓને વેચી મારે છે. પિતફરની પત્ની તે યુવાનને ફસાવવા ચાહે છે. સર્વોચ્ચ પદે પહોંચીને તે (ખાસ લાડીલા બેન્જામીન સુધ્ધાં) પોતાના બધા ભાઈઓ પર દયા લાવે છે. જોસેફની વાતની આ ને બીજી લાગણીઓ રશિયન ખેડૂત, ચીન, આફ્રિકન, બાળક કે વૃદ્ધ, અભણ કે ભણેલોસૌને સરખી સુલભ છે. અને એ વાત એવા સંયમપૂર્વક લખાઈ છે–વધારે પડતી નકામી વિગતોથી એવી મુક્ત છે કે, ગમે તે મંડળમાં કહેવાય તોય દરેકને એકસરખી તે સમજાય તથા અસરકારક નીવડે. પણ ડૉન કિવોટ કે મોલિયરનાં નાયકો (જોકે કદાચ આજે મોલિયર સૌથી વધારે સાર્વભૌમ અને તેથી શ્રેષ્ઠ કલાકાર છે,) કે પિકવિક ને તેના મિત્રોની લાગણીઓ આવા પ્રકારની નથી. આ લાગણીઓ સૌને સામાન્ય નથી, પણ ઘણી અસામાન્ય છે. અને તેથી તેમને ચેપી બનાવવા માટે લેખકોએ સ્થળ સમયની પુષ્કળ વિગતો તેમની આસપાસ ખડકી છે. અને વિગતોની આ પુષ્કળતા, લેખકે વર્ણવેલી પરિસ્થિતિમાં નહિ રહેતા લોકોને માટે, આ વાર્તાઓ સમજવાનું કામ અઘરું બનાવે છે.
જોસફની કથામાં તેને લોહીવાળો કોટ, જેકબનાં પહેરવેશ અને રહેઠાણ, પિતીફરની પત્નીનાં વસ્ત્ર અને અદા તથા હાવભાવ, અને હાથમાં બંગડી ઠીક કરીને તેણે “મારી પાસે આવ' કેવી રીતે કહ્યું તેઆ બધી વિગતો આજનો લેખક તો વર્ણવે, પણ તે કથા-લેખકને તેમને વર્ણવાની જરૂર નહોતી; કારણ કે, વાર્તાની લાગણીનું વસ્તુ જ એવું જોરદાર છે કે, (રડવા માટે જોસફ બીજી ઓરડીમાં ગયો તેના