________________
૧૦૨
કળા એટલે શું? લોકકથાકાર, દંતકથાઓ અને લોકગીતના રચનારાઓ – આ બધા છે, કે જેમાંના ઘણાને પોતાની કૃતિઓનું વળતર મળવાનું તો ક્યાં રહ્યું, પણ જેમણે પોતાનાં નામ સરખાંય તેમની જોડે નથી મૂક્યાં. અને આની સામી બાજુએ છે, માનઅકરામને વળતર પામતા દરબારી કવિઓ, નાટકકારો, અને ગવૈયાઓ; અને તેમની પછી આવે છે, કળા ઉપર નભતા ધંધાદારી કલાકારો, કે જે લોકો છાપાંના તંત્રીઓ, પ્રકાશકો નાટક-કંપનીવાળા, અને સામાન્યપણે કામ કરતા એવા બધા કલા-દલાલો (કે જેઓ કળાની ગ્રાહક એવી શહેરી જનતા અને કલા ઘડનારા કલાકારો વચ્ચે કામ કરે છે, તેમની) પાસેથી વળતર મેળવે છે. આ બે વર્ગોની કલાકૃતિઓ વચ્ચે કે જબરો ફરક પડે એ ઉઘાડું છે.
જૂઠી નકલી કળાના પ્રસારનું પહેલું કારણ ત્યારે કળામાં આવેલું આ ધંધાદારીપણું છે.
તેનું બીજું કારણ, અત્યારના સમયમાં જે કલાવિવેચનનો ઉદય થયો છે, તે છે. કલાવિવેચન એટલે ક્લાની મુલવણી. પરંતુ કલાની આજની મુલવણી એટલે દરેક જણ જે મુલવણી કરે એ નહિ, અને ખાસ કરીને તે સાદા મનુષ્યો કરે છે તે નહિ જ, પરંતુ ભણેલા પંડિતે કરે તે અને પંડિતે એટલે વિકૃત દૃષ્ટિવાળી અને તેની જ સાથે, પોતે કદી ભૂલ ન કરે એવા અતિ જાતવિશ્વાસવાળી વ્યક્તિઓ.
કલાવિવેચન અને કલાકારો વચ્ચેના સંબંધ વિશે વાત કરતાં એક મારા મિત્રે અર્ધ મશ્કરીમાં એ સંબંધની આવી વ્યાખ્યા કહી – “ડાહ્યાઓની ચર્ચા કરનારા જે મુર્ખાઓ, તે વિવેચકો”. આ વ્યાખ્યા ગમે તેવી એકતરફી, અચેક્સ અને ઉદ્ધત હશે, છતાં કાંઈક અંશે તે સાચી છે; અને કલાકૃતિઓને સમજાવી શકે તે વિવેચક, એમ મનાવાતી વ્યાખ્યા કરતાં, આ વ્યાખ્યા ક્યાંય વધારે ન્યાયી કે યોગ્ય છે.
“કલાવિવેચકો સમજાવે છે !” તેઓ શું સમજાવે છે ?
ક્લાકાર જો ખરો કલાકાર હોય તો તેણે પોતે અનુભવેલી લાગણી બીજાઓને પહોંચાડી જ હોય. પછી તેમાં સમજાવવાનું શું બાકી રહે?