________________
૧૨ નલીપણાનાં ત્રણ કારણો આપણા સમાજમાં ત્રણ કારણો ભેગાં મળીને કલામાં નકલિયાં પેદા કરાવે છે : (૧) કલાકારોને કૃતિઓને માટે મળતું ભારે મહેનતાણું અને તેથી તેઓમાં નીપજેલી ધંધાદારી, (૨) કલાવિવેચન, અને (૨) કલાશિક્ષણની શાળાઓ.
કલા જયારે એક – અવિભક્ત હતી અને માત્ર ધાર્મિક કળા જ કદર પામતી અને તેને જ વળતર મળતું અને ફુટકળ સેળભેળિયા કળાને નહિ, ત્યારે કળાનાં નકલિયાં નહોતાં; અથવા કોઈ હોતાં તો, આખી જનતાનાં ટીકાપાત્ર હોઈ, તે તરત અલોપ થતાં. પરંતુ કલામાં જોવા ભાગલા પડ્યા અને ઉપલા વર્ગોએ, પોતાને માત્ર મજા કે રમૂજ આપે એટલે પછી, તેવી દરેક જાતની કળાને સારી કહેવા માંડી, અને બીજી કોઈ સામાજિક પ્રવૃત્તિ કરતાં એવી કળાને વધારે ઊંચું વળતર આપવા માંડયું, કે તરત જ મોટી સંખ્યામાં લોકો એ પ્રવૃત્તિમાં લાગ્યા, અને કળાએ બીજે જ રૂપ ધારણ કર્યું : તે એક ધંધો જ બની ગઈ.
અને આવું બનતાંની સાથે લાગલી જ પ્રામાણિકતા કે સત્યનિષ્ઠા, કે જે કળાનો મુખ્ય ને કીમતી ગુણ છે, તે તરત નબળો પડ્યો ને છેવટે સાવ નાશ પામ્યો.
ધંધાદારી ક્લાકાર તેની કળા ઉપર જીવે છે, એટલે પોતાની કળાને માટે નવા નવા વિષયો તેને ચાલુ જ શોધ્યા કરવા પડે છે, અને તે એ શોધે જ છે. હવે જુએ કે, આ બે વર્ગોની કલાકૃતિઓમાં કેવો જબરો ફરક પડે તે : એક બાજુ પર યહૂદી પેગંબરો, બાઇબલનાં ભજનના કર્તાઓ, ઍસિસીનો સંત ફ્રાન્સિસ, ઇલિયડ ને ડેસીના કર્તાઓ, તથા
૧૦૧