SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી – ૧ प्रभकउ सिमरहि से सुखवासी । प्रभकउ सिमर हि सदा अबिनासी ॥ ४ ॥ सिमरनते लागे जिन आप दइआला । नानक जनकी मंगै रवाला ||५|| ૫૧ શબ્દાથ [પત્તિવંત - પત - આબરૂવાળા. પાન = માપવાની ગજરૂપ; પ્રમાણભૂત. વેમુદતને = ગરીબ -- લાચાર નહી... એવા. રવાન = પદરજ. ] ૧-૫ પ્રભુને સ્મરે તે (જ) સાચો ધની છે; અને તે જ (સાચા) યશસ્વી (પણ) છે. (૧) પ્રભુને સ્મરે તે માણુસ (સૌને) નમૂનારૂપ છે; તે માણસ (સૌમાં) શ્રેષ્ઠ – મુખ્ય છે. (૨) પ્રભુને મરનારા કાઈ ના ગરજુ રહેતા નથી;—તે સૌના રાજવી અને છે. (૩) પ્રભુને મરનારા સુખમાં વસે છે; (જન્મ-મરણમાંથી મુકત થઈ ) એ સદા અવિનાશી મને છે. (૪) જેના ઉપર (પરમાત્મા) પાતેદયાળુ થાય છે, તે (માણુસ) જ સ્મરણમાં લાગે છે; નાનક તેવા જનની પદ્મરજ યાચે છે. (૫) પ્રભુસ્મરણુરૂપી શ્રેષ્ઠ સાધના એક જ પૂર્વલક્ષ માગે છેઃ અપાર નમ્રતા. ગુરુ કહે છે કે, સાધુસંગમાંથી, પ્રભુની કૃપાથી આ ઉત્તમ સાધના માણસ મેળવી શકે છે.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy