________________
ગુરુ અર્જુનદેવ નીતિ ઔરંગજેબે એક જ ઊંધી વાળી, અને એક શાંતિપ્રિય ધર્મસંઘને મોટે યોદ્ધાસંધ બનાવ્યું. પાછળના એ ઇતિહાસમાં અર્જુનદેવને સીધો ફાળે નથી. પરંતુ એના પાયામાં રહેલી જે ધર્મ શકિત ને શુદ્ધ બલિદાન, એમાં એમને ફાળે અજોડ છેઃ ભારે ઉદાર, સત્યનિષ્ઠ અને ધર્મતેજથી ઝળહળતા છે.
પાંચમા શીખગુરુ અજુનદેવ, એમની શક્તિ અને પહોંચ અને જીવનસાફલ્ય જોતાં, જરૂર હિંદના વિરલ મહાપુરુષોમાંના એક હતા, એમ સૌ કોઈને લાગશે.