SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની ર૩– ૧ સંતની સેબતમાં પ્રભુને અંતરમાં દીઠા અને પ્રભુનું નામ મીઠું લાગવા માંડ્યું. (૧) - બધી સામગ્રી એક આ દેહમાં જ છે, અને (નામસમરણમાં આગળ વધતાં) વિવિધ પ્રકારના અનેક રંગ દેખવા મળે છે. (૨) પ્રભુનું નામ અમૃતરૂપ તથા નેવે નિધિરૂપ છે, દેહમાં જ તેનું સ્થાન છે. (૩) શૂન્ય સમાધિ અને અનાહત નાદ પણ ત્યાં જ છે એ બધાં અદ્ભુત આશ્ચર્યોનું વર્ણન થઈ શકે તેમ નથી. (૪) એ બધાં આશ્ચર્યો તે માણસ જ જોઈ શકે, જેને પ્રભુ પિતે એ બધું દેખાડે. નાનક કહે છે કે, તે માણસને પછી પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૫) ૨૩ – ૨ सो अंतरि सो बाहरि अनंत । घटि घटि बिआपि रहिआ भगवंत ॥१॥ धरनि माहि आकास पइआल । सरब लोक पूरन प्रतिपाल ॥२॥ ૧. એક પિંડમાં આખું બ્રહ્માંડ છે; અને સાધનામાં આગળ વધતાં અનેક પ્રકારના ચમત્કારિક રંગઢંગ જોવા મળે છે, એ ભાવ છે. એક પ્રભુમાં બધું છે, અને તેમાંથી આ બધી વિવિધતા પ્રગટ થાય -એ અર્થ પણ લેવાય છે. –સંપા. ૨. દેહમાં જ તે પ્રાપ્ત થાય છે, એવો ભાવ.–સપાટ
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy