________________
શ્રીસુગામી
–જેણે ગર્ભવાસના અગ્નિમાં તને સુરક્ષિત રાખ્યું હતું, તે પ્રભુને જ શા માટે વીસરી જાય છે? ગુરુની કૃપા હોય તે કઈ વિરલા જ એનાં દર્શન કરી શકે. (૩)
જે પ્રભુ તને આ સંસાર-સાગરના હળાહળ વિષમાંથી કાઢનાર છે, તથા જન્મજન્મથી વિખૂટા પડેલાને પાછો પોતાની સાથે જોડી દેનાર છે તેને જ તું વીસરી જાય છે ! (૪)
નાનક કહે છે કે, પૂરા ગુરુ આ તત્વ જેને સમજાવી દે તે મનુષ્ય પછી પોતાના પ્રભુના ધ્યાનમાં જ હીન થઈ જાય છે. (૫)
નામસ્મરણ કરીએ એટલે પ્રભુ સર્વ દુઃખ નાશ કરી આપે છે, એ વાત હવે પાંચમા પદમાં કહે છે –
૨૦ – ૬ साजन संत करहु इहु कामु ।
आन तिभागि जपहु हरि नामु ॥१॥ सिमरि सिमरि सिमरि सुख पावहु ।
आपि जपहु अवरह नामु जपावहु ॥२॥ भगति भाइ तरीऐ संसारु । बिनु भगती तनु होसी छारु ॥३॥ सरब कलिआण सूखनिधि नामु । बूडत जात पाए बिस्रामु ॥४॥ सगल दूखका होवत नासु । नानक नामु जपहु गुन तासु ॥५॥