________________
અષ્ટપદી - ૨૦
સાધનની માસ પૂરિ ! पारब्रहम मेरी सरधा पूरि ॥२॥ सदा सदा प्रभके गुन गावउ । सासि सासि प्रभ तुमहि धिआवउ ॥३॥ चरनकमल सिउ लागै प्रीति । भगति करउ प्रभकी नित नीति ॥४॥ एक ओट एको आधारु । नानकु मागै नामु प्रभ सारु ।।५॥ .....
| શબ્દાર્થ [ નાવેદ = યાચક. ગાર્ચ = યાચે. પૂરિ= ચરણરજ. સયા = ઈચ્છા; પ્રાર્થના. સિક = સાથે; સંગાથે. = એથ. સાદ = ઉત્તમ.]
૨૦ – ૧ હે પ્રભુ, હું યાચક જન તમારી પાસે એટલું દાન યાચું છું કે, કૃપા કરીને મને હરિનું નામ બક્ષે. (૧)
(તે અર્થે) સંતજનોની ચરણરજ હું માગું છું; હે પરબ્રહ્મ પરમાત્મા, તમે મારી યાચના પૂરી કરે – (૨)
જેથી સદા સદા હું તમારા ગુણ ગાયા કરું; શ્વાસે શ્વાસે હે પ્રભુ, તમારું જ ધ્યાન ધરું- (૩)
તમારાં ચરણકમળમાં મારી પ્રીતિ થાય; અને નિરંતર હું તમારી ભક્તિ કરું. (૪)
હે પ્રભુ, તમે એક જ મારી ઓથ છે, આધાર છે. સૌ પદાર્થમાં સારરૂપ એનું તમારું નામ (જ) નાનક માગે છે. (૫)
૧. હરિનું નામ ભજવાની લગની – શ્રદ્ધા – શક્તિ –સપાટ ૨. સંતજનોની સેવા-સેબત. –સંપા