SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪: શ્રીસુખમની શબ્દાથ [ વિહાર = વ્યવહાર પ્રવૃત્તિ. અા = સુખદ સુખભર્યો. શુ = લીલા. વિંદ્ર = ક્ષણભર; ઘડીભર. ] ૧૪ - ૨ - નિરંકાર પરમાત્માની સ્તુતિ મનમાં કર્યા કર. હે મન, એ જ સાચી પ્રવૃત્તિ તું આદર. (1) દેષરહિત જીભ વડે (પ્રભુના નામના રટણ રૂપી) અમૃત પીધા કર; અને એમ તારા અંતરને સદા સુખવિભોર બનાવી લે. (૨) આંખ વડે પ્રભુની લીલા નિહાળ્યા કરે અને સંતપુરુષના સંગથી બીજા બધા અંગેનો નાશ થવા દે. (૩) પગ વડે ગોવિંદના માર્ગે જ ચાલ; એક ક્ષણ પણ હરિ જપવાથી (કરોડ) પાપ દૂર થાય છે. (૪) હાથ વડે હરિનું જ કામ કર; અને કાન વડે હરિની કથા સાંભળ; નાનક કહે છે કે, એમ કરવાથી હરિના દરબારમાં તું ઊજળ મેં એર હાજર થઈ શકશે. (૫) હવે ત્રીજા પદમાં એમ હરિને ભજનારની સ્તુતિ કરે છે – बडभागी ते जन जग माहि । सदा सदा हरिके गुन गाहि ॥१॥ राम नाम जो करहि बीचार । से धनवंत गनी संसार ॥२॥ ૧ જીભ વડે નામ – અમૃત પીને તેને નિર્દોષ – નિર્મળ બનાવ, એ અર્થ પણ થાય. –સંપા. ૨. મૂળમ “નથ' છે. – સંપા.
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy