________________
અષ્ટપદી-૯ તે પિતે (સમુદ્રની પેઠે) અનંત તરંગે રૂપે વિસ્તર્યા છે, તે પરબ્રહ્મ પરમાત્માની લીલા જાણી શકાય તેમ નથી. (૩)
પ્રભુ જેવી બુદ્ધિ આપે, તે (જીવને) જ્ઞાન-પ્રકાશ લાધે. તે પરબ્રહ્મ કર્તા અવિનાશી-અવિકારી છે. (૪)
તે સદા સદા દયાળુ છે, હે નાનક, તેનું સ્મરણ કરી કરીને (સંત) ન્યાલ થઈ ગયા. (૫)