________________
કર્તા : શ્રી મોહનવિજયજી મ.
(ઈણે સરવરીઆરી પાળ-એ દેશી) સોળમા શ્રી જિનરાજ ઓળગ' સુણો અમ-તણી-લલના ભગતથી એવડી કેમ કરો છો ? ભોળામણી-લલના ચરણે વળગ્યો જે આવીને થઈ ખરો-લલના
જેહ
નિપટર જ તેહથી કોણ રાખે ? રસ આંતરો-લલના૰(૧) મેં તુજ કા૨ણ સ્વામી! ઉવેખ્યા સુ૨ ઘણા-લલના માહરી દિશાથી મેં તો ન રાખી કાંઈ મણા-લલના તો તમે તુજથી કેમ અપુઠા થઈ રહો-લલના ચૂક હોવે જો કોય સુખે મુખથી કહો-લલના૰(૨) તુજથી અવર ન કોય અધિક જગતી તળે-લલના જેહથી ચિત્તની વૃત્તિ એકાંગી જઈ મળે-લલના દીજે દરશન વાર ઘણી ન લગાવીએ-લલના૰ વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ ? -લલના૰(૩) તું જો જળ તો હું કમળ, કમળ તો હું વાસના-લલના૰ વાસના તો હું ભમર ન ચૂકું તું છોડે પણ હું લોકોત્તર કોઈ પ્રીત આવી
આસના-લલના
કેમ છોડું ? તુજ ભણી-લલના
આવી તુજથી બની-લલના૰(૪)
૨૩