________________
ધુરથી શ્યાને સમક્તિ દઈને ભોળવ્યો -લલના ખોટે હવે કિમ જાઉં દિલાસે ઓળવ્યો-લલના જાણી ખાસો દાસ, વિમાસો છો ? કિશું-લલના અમે પણ ખિજમતમાંહિ ખોટા કિમ થાયછ્યું ? -લલના (૫) બીજી ખોટી વાત અમે રાચું નહીં-લલના મેં તુજ આગળ માહારા મનવાળી કહીં-લલના પૂરણ રાખો પ્રેમ વિમાસો શું ? તમે-લલના અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે-લલના (૬) અંતરજામી સ્વામી અચિરા-નંદના-લલના શાંતિકરણ શ્રી શાંતિજી માનજયો વંદના-લલના તુજ સ્તવનાથી તન-મન આણંદ ઉપન્યો-લલના કહે મોહન મનરંગ પંડિત કવિ-રૂપનો-લલના (૭)
૧. વિનતિ ૨. ખરેખર ૩. ખામી ૪. અબોલા ૫. ભૂલ ૬. સુગંધ ૭. ભક્તિ ૮. પહેલેથી
(૨૪)