________________
આ કર્તા શ્રી નયવિજયજી મ.
(ઢાળ દેશી વિંછીયાની.) સખિ ! એવો શાંતિનિણંદને, મન આણી અતિ ઉછાહરે એ પ્રભુની જે સેવના, તે માનવ-ભવનો લાહરે -સખિ૦ સેવા જે એ જિનતણી, તે સાચી સુરતરૂ સેવ રે એ જગમાંહિ જોવતાં, અવર ન એવો દેવ રે -સખિ૦ ભગતિભાવ આણી ઘણો, જે સેવે એ નિશદીસ રે સફળ સકળ મનકામના, તે પામે વિસવાવિસરે -સખિત ખિણ ઈક સેવા પ્રભુ તણી, તે પૂરે કામિત કામ રે માનું ત્રિભુવન-સંપદા-કરૂ એ ઉત્તમ ધામ રે -સખિ૦ જનમ સફળ જગ તેહનો, જે પામ્યો પ્રભુની સેવ રે પુણ્ય સકળ તસ પ્રગટીયાં, તસ તૂઠા ત્રિભુવન દેવ રે -સખિત શિવ સુખ-દાયક સેવના, એ દેવના દેવની જેહ રે પામીને આરાધશે, શિવસુખ લહશે તેહ રે-સખિ (૬) ઈમ જાણી નિતુ સેવિયે, જિમ પોંહચે વંછિત કોડિ રે જ્ઞાન વિજય બુધરાયને ઈમ શિષ્ય કહે કર જો ડિ રે -સખિ
૧ ઈષ્ટ ધારણા ૨. ત્રણ જગતની સંપત્તિની ખાણ
(૧૭)