________________
Fણે કર્તાઃ ઉપા. શ્રી માનવિજયજી મ.
(ઘેરે આવોજી આંબો મોરીઓ-એ દેશી) શ્રી શાંતિ જિનેસર ! સાહિબ; તુજ નાઠે કિમ છૂટાગ્યે ? મેં લીધી કેડજ તાહરી, તેહ પ્રસન્ન થયે મૂકાશ્ય-શ્રી, તું વીતરાગપણે દાખવી, ભોળા-જનને ભૂલાવે; જાણીને કીધી પ્રતિગન્યા, તેહથી કહો કુણ ડોલાવે ?-શ્રી કોઈ કોઈને કેડે મત પડો ! કેડ પડયાં આણે વાજ નિરાગી પ્રભુ પણ ખિંચીઓ ભગતે કરી મેં સાત રાજ-શ્રી, મનમાંહી આણી વાસીઓ, હવે કિમ નિસરવા દેવાય ? જો ભેદ-રહિત મુજશું મિળે, તો પલકમાંહિ છુટાય-શ્રી, કબજે આવ્યા કિમ છુટશો ? દીધા વિણ કહણ કૃપાળ; તો શ્ય હઠવાદ લઈ રહ્યા ? કહે માન કરો ખુસિયાળ-શ્રી,
૧ પીછો ૨ પ્રતિજ્ઞા ૩. પાછળ ૪. અનુકૂળતા ૫. રાખીઓ. ...
(૧૩)