________________
(૫૬૭) દંડયે; જે પાણી અગ્નિ અન્યને બુઝાવતું પળવારમાં, તે પાણીને વડવાનળે પીધું ને શું ક્ષણવારમાં. | ૧૧ હે સ્વામિ અતિશય ભારવાળા આપને પામ્યા પછી, કેવી રીતે પ્રાણી અહ ની જ હદયમાં ધાર્યા થકી; અતિ લઘુપણે ભવરૂપ દરિયા સહેજમાં તરી જાય છે, અથવા મહાન જનેતણું મહિમા અચિંત્ય ગણાય છે. જે ૧૨ કે હે પ્રભુ
જ્યારે પ્રથમથી આપે હો તે ક્રોધને, આશ્ચય ત્યારે કેમ બાન્યા કમરૂપી ચારને; અથવા નહીં આ અવનીમાં શું દેખવામાં આવતું, શીતળ પડે જે હીમ તે લીલાં વનને બાળતું. ૫ ૧૩ ! હે જીન ગી આપને પરમાત્મરૂપેથી સદા, નિજ હૃદય કમળ જ્ઞાનરૂપી ચક્ષુથી અવલોકતા; પુનિત નિર્મળ કાંતિવાળા કમળનું બી સંભ, શું કમળ કેરી કર્ણિકાના મધ્યવિણ બીજે સ્થળે. ૫ ૧૪ ક્ષણ માત્રમાં જનારાજ ભવિજન આપ કેરા ધ્યાનથી. પામે દશા પરમાત્માની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; જ્યમ તિવ્ર અગ્નિ તાપથી મિશ્રિતધાતુ હોય તે, પથ્થર પણાને ત્યાગીને તત્કાળ સેનું થાય છે. પા હે જીન હમેશાં ભવ્યજન જે દેહના અંતર વિષે, ધરતાં તમારું ધ્યાન તેને નાશ કરતા કેમ તે; અથવા સ્વભાવ મહાજન મધ્યસ્થનો એ સદા, વિગ્રહ તણે કરી નાશને શાંતિ પ્રસારે ઉભયથા. છે ૧૬ નહિ ભેદ હે પ્રભુ આપને આત્મા વિષે એ બુદ્ધિથી, ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાયે નકી; જે જળ વિષે શ્રદ્ધા થકી અમૃત તણું ચિંતન કરે, તે જળ ખરેખર વિષના વિકારને શું ના હરે. ૧૭૫