________________
(૩૭૪ ) - -- હાલ ૪ થી. આણ મોકલેરે મેરારી-એ દેશી, પ્રભુજી પધરાવ્ય ઘરેરે, વરત્યા મંગલ ચાર, ગુરૂ વચને મુરત કીઓરે, તેડાવ્યા ગજધાર; શ્રી જિન પૂજે સહ નરનાર. છે ૧ વીત ખરચે મન ગહગહેરે, સંગે જશને માલ, શીખર કલશ દેવજ શોભતરેદેહશે જાક જમાલ. શ્રી | ૨ | વિધિ કરી શ્રી જિન થાપીઆરે; મૂલ ગભારામાંહી; સ્નાત્ર મેહસ્તવ સહુ કીઆરે, ભણશા ઉછાંહી. શ્રી. | ૩ | યાચક જન સંતોષી આરે, જુગતે દઈ દાન; સામી વચ્છલ પણ કીઓ, વંશવધાર્યો વાન. શ્રી. ૪ ગામ રૂષભપુર શોભતેરે, ઓશવંશ અધીકાર, ગાંધી ગોત્ર ગુણાકરૂપે, ગરછ વિધિપક્ષ વિચાર. શ્રીછે ૫ ભાવિક શાહ ભારાતણેરે, પન્નામલ મુન્યવત, લેહના સુત જીવરાજનેરે, ભણ બુદ્ધિ મહંત. શ્રી| ૬ | સંવત અઢારશે જાણીએ, છેતાલીશ સાલ, વૈશાખ સુદી તેરસ દીને રે, થાપ્યા દેવ દયાલ. શ્રીછે ૭ યાત્રા કરે સાજન સહુ, પૂજે ભાવ ઉદાર, વંછીત દે ચકેસરી, સુખ સંપતિ ભંડાર. શ્રી. ૮ પુન્યસાગર સૂરીશ્વરૂ, ગ૭ નાયક ગુણ ખાણ, આરી કારી શોભતો રે, મુનિવર સુગુણ સુજાણ, શ્રી. | ૯ છે
કળશ. ઈમ ધર્મ નાયક મુગતિ દાયક કમ ઘાયક ભવહરૂ, ભવિતરણ તારણ દુઃખ વારણ સુખ કારણ સુરતરૂ, સુરકરે વંદન નાભી નંદન રૂષભપુર મંડન વરૂ સૌભાગ્યચંદ ગુરૂ ચરણ સેવક સરૂપચંદ જય જય કરૂ. | ૧૦ |
ઈતિ આદીનાથજીનું ચઢાલીઉં સંપૂર્ણ.