________________
(૩૫૫) દેખી અગ્નિ મનેહરૂ રે જે. દા શુભ સુપના દેખી હરખી ત્રિશલા માત જે, પરભાતે ઉઠીને પીયુ આગળ કહે રે ; તે સાંભળી દિલમાં રાય સિદ્ધારથ નેહ, સુપન પાઠક તેડીને પૂછી ફળ લહે રે જે. . ૭ મે તુમ હશે રાજ અરથને સુત સુખ ભેગ જે, સુણી ત્રિશલા દેવી સુખે ગર્ભ પોષણ કરે રે જે; તવ માતા તે પ્રભુજી રહ્યા સંલીન, તે જાણુને ત્રિશલા દુઃખ દિલમાં ધરે રે જે. ૮ છે મેં કીધાં પાપ અઘોર ભવોભવ જેહ, દેવ અટારે દેશી દેખી નવિ શકેરે જે, મુજ ગર્ભ હર્યો છે કેમ પામું-હવે તેહજો, રાંક તણે ઘર રત્ન ચિંતામણિ કિમ ટકે રેજે. ! ૯ | પ્રભુજીએ જાણી તતખિણ દુઃખની-વાત, મેહ વિટંબન જાલીમ જગમાં જે લહું રે જે, જુઓ દીઠા વિણપણ એવડે ભાગે મેહ જે, નજરે બાંધ્યા પ્રેમનું કારણ શું કહું રે જે છે ૧૦ | પ્રભુ ગર્ભ થકી હવે અભિગ્રહ લીધે એહ, માત પિતા જીવતાં સંયમ લેશું નહી રે જે; એમ કરૂણું આણું તુરત હલાવ્યું અંગજે, માતાને મન ઉપજો હર્ષ ઘણે સહીરે જે. ૧૧ છે અહોભાગ્ય અમારૂં જાગ્યું સહિયર આજજે, ગર્ભ અમારે હાલ સો ચિંતા ગઈરે જે એમ સુખભર રહેતાં પૂરણ હુઆ નવ માસ, તે ઉપર વલી સાડી સાત શ્યણું થઈરે જે ૧૨ તવ ચિત્ર તણી શુદિ તેરસ ઉત્તરા રિખ જે, જનમ્યા શ્રી જિન વીર હુઈ વધામણરે જે, સહુ ધરણી વિકસી જગમાં થયે પ્રકાશ જે, સુર નરપતિ ઘર વૃષ્ટિ કરે સોવન તણી જે. ! ૧૩ !