________________
(૧૫૮)
સાખી, તું ત્રિભુવન તારક પ્રભુ, તું જગ જન આધાર, શિવપદ ધારક સ્વામિ તું, સેવકની કર સાર, સ્વામી શિવ સુખ શાતા દાતા સાહેબ શિવ વરારે, હાલા વમલાચળના વાસી પુનમ ચંદ.
પ્યારા પ્રથમ જીનેશ્વર
સાખી. અનેક તાર્યા પ્રભુ, તુજ ગુણને નહિ પાર, ચંદ્રોદય મંડળી તણું, કરે કૃપાળુ સાર, સ્વામી શ્રી જગ નાયક જગ ચીંતામણી જીનવરારે, હાશ પ્રાણ આધારા મારૂદેવીના નંદ,
પ્યારા પ્રથમ જીનેશ્વર शत्रुजय स्तवन રાગ (સદા સંસારમાં સુખ દુઃખ) ગાવે ગીરીરાજના ગુણગાન ભવી આજ ભાવે, ધ્યા દિલમાંય, તે સુખ થાય, ભવભય મીટ જાવે. ગાવે.
- સાખી. સુરમણ સુરતરૂ સારી, સુરઘટ સમ સુખદાય, શત્રુંજય જે નીરખ, જન્મ સફળ થઈ જાય. ધરી અતિ હર્ષ, એ ગીરી દશ, પ્રાણ પુન્ય પાવે, ઉપાધી, આધી, ને વળી વ્યાધી, વેગે દુર થાવે. ગાવે.
સાખી ત્રણ ભુવનમાં જોવતાં, એ સમ તીરથ ન કોય, ભવીચા ભાવે ભેટતાં, મન વાંછીત ફળ હોય, ગા.