________________
(૧૧૮) ॥ ११ अथ श्री वज्रधरजिन स्तवनं ॥
નદી યમુનાને તીર છે એ દેશી છે વિહરમાન ભગવાન, સુણે મુજ વિનતી; જગતારક જગનાથ, અછો ત્રિભુવન પતિ, ભાસક લેકા લોક, તિણે જાણે છતિ, તે પણ વીતક વાત કહું છું તુજ પ્રતિ. ૧૫ હું સરૂપ નિજ છેડી, રમ્ય પર પુદ્ગલે, ઝીલ્ય ઉલ્લટ આણિ, વિષય તૃષ્ણ જલે, આશ્રવ બંધ વિભાવ, કરૂં રૂચિ આપણી, ભૂલ્યા મિથ્યાવાસ, દેષ દેઉં પર ભણું. ૨ અવગુણ ઢાંકણું કાજ, કરૂં જિનમત કિયા, ન તનું અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા, દષ્ટિ રાગને પિષ, તેહ સમકિત ગણું, સ્યાદવાદની રીત ન દેખું નિજપણું ૩ મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા, વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં, જે લોકેત્તર દેવ, નમું લૌકીકથી, દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભે તહકીકથી ૪ મહાવિદેહ મઝાર કે, તારક જિનવરૂ, શ્રી વજાધર અરિહંત, અનંત ગુણકરૂ; તે નિર્ધામિક શ્રેષ્ઠ, સહી મુજ તારશે, મહાવૈદ્ય ગુણ ગ, રોગ ભવ વારશે. | ૫ | પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ, સુણજે માહરે, તો પામે પ્રમદ, એહ ચેતન ખરે; થાયે શિવપદ આશ, રાશી સુખ વંદની, સહજ સ્વતંત્ર, સ્વરૂપ ખાણ આણંદની. ૬ વલગ્યા જે પ્રભુ નામ, ધામ તે ગુણ તણું, ધારે ચેતન રામ, એહ થિર વાસન ; દેવચંદ્રજિનચંદ્ર, હૃદય થિર થાપ, જિન આણ ચુત ભકિત, શકિત મુજ આપજો. | ૭ | ઈતિ છે