________________
વિધિ મુજબ દરરોજ વિધિ કરવી, કુંભની ઉપર શ્રીફળ મૂકી લીલા કે પીળા રેશમી વસ્ત્ર વડે બાંધી રાખ, દરરોજ તેની અંદર વિધિને અંતે એકેક પસલી અક્ષતની નાખવી, સેળ દિવસે કુંભ ભરાઈ જાય તેમ કરવું, છેલ્લે દિવસે કુંભની સમીપે રાત્રી જાગરણ કરવું, પૂજા પ્રભાવના કરવી, અક્ષયનિધિતપનું સ્તવન દરરોજ ગાવું, સાંભળવું, પારણાને દિવસે (ભાદ્રપદ શુદિ પ. મે) કુંભને કુલની માળા પહેરાવી, સૌભાગ્યવતી સ્ત્રીને માથે મૂકવે, સર્વ જાતિના પકવાન સુખડી વિગેરે યથાશક્તિ કરાવી, તેના થાળ પણ સૌભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂકવા, હાથી ઘોડા વાજી વિગેરેથી મોટી ધામધુમ સાથે વરઘોડે ચડાવી કુંભ લઈને દેરાસરે આવવું. કુંભ વાળી સ્ત્રીઓએ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂકે, નૈવેદ્યના થાળ પણ પ્રભુ પાસે ધરવા, જ્ઞાનના પુસ્તકને ગુરૂમહારાજ પાસે લઈ જઈ ત્યાં પધરાવી ગુરૂ પૂજા તથા જ્ઞાનપૂજા રૂપા નાણાથી કરવી (ગુરૂ પૂજાનું દ્રવ્ય ગુરૂ સમિપે ધરવું, તે દિવસે યથા શક્તિ સ્વામી વાત્સલ્ય, પ્રભાવના વિગેરે કરવું. જેટલા સ્ત્રી કે પુરૂષ આતપ કરતા હોય તે દરેક ને માટે કુંભ જૂદા જૂદા પધરાવવા. કલપ સૂત્ર એક જ પધરાવવું. આ તપ શ્રાવકને કરવાનું છે, આ ભવ પર ભવમાં મહાન લાભ આપનાર આ તપ છે, ગરણું “નમો નાણસ્સ” એ પદને નવકારવાળી વીસ પ્રમાણે ગણવું, સાથીયા વિગેરે ૫૧ એકાવન કરવા, ૨૦ વીસ પણ કરવાં. છે અક્ષય નિધિ તપની વિધિ સંપૂર્ણ છે