________________
પપ
श्री अक्षय निधि तपनी विधि
આ તપ શ્રાવણ વદ ૪ ને દિવસે શરૂ કરી સળ દિવસે પૂરે કરે, તેમાં સુવર્ણ રત્નજડિત કુંભ કરાવે અથવા શક્તિ પ્રમાણે બીજી કઈ રૂપા વિગેરે ધાતુને કરાવે અથવા છેવટ શક્તિ ન હોય તે માટીને કરાવ, પછી તે કુંભ ઘરમાં, દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને ડાંગરની ઢગલી કરી તે ઉપર પધરાવ, ન બનતા સુધી કુંભ પાસે અખંડ દી ફાનસમાં યત્ના પૂર્વક ૧૬ દિવસ સુધી રાખવો,) તેની સમીપે સ્વસ્તિક કરી તે ઉપર શ્રી કલ્પસૂત્ર પધરાવવું, દરરોજ બે ટંક પડિક્કમણું કરવું, દેવવંદન પડિલેહણ કરવાં, ભુમિ શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું, એકાસનાને તપ ૧૫ દિવસ પર્યત કરે, છેલ્લે દિવસે એટલે ભાદ્રપદ શુદિ ૪ થે (સંવછરીએ) ઉપવાસ કરે, આ પ્રમાણે ચાર વર્ષ પર્યત કરવાથી ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે, દરજ દેવ પૂજા કરવી, પુસ્તક ઉપર ચંદરે બાંધ, જ્ઞાનને ધૂપ દીપ કરી હંમેશા રૂપાનાણે પૂજવું, (કયારે પૂજવું તે વિધિમાં બતાવેલ છે.) શક્તિ ન હોય તે પહેલે છેલ્લે દિવસે રૂપાનાણે પૂજવું, અને વચલા દિવસોમાં યથા શક્તિ દ્રવ્યવડે પૂજવું, “નમો નાણસ્સ એ પદની ૨૦ નવકારવાળી દરરોજ ગણવી, (કઈ જગ્યાએ ૩ હી કલી નમે નાણસ્સ એમ કહેલ છે,) ૨૦ લેગસ્સનો કાઉસગ કરે, નીચે બતાવેલી