________________
આદર્યા, બાર અઠ્ઠમ તપ સાર ૨. ષડ માસી એક તપ કર્યો, પંચ દિન ઊણા ષડ માસ, બસે ઓગણીસ છઠ્ઠ ભલા, દીક્ષા દિન એક ખાસ. ૩. ભદ્ર પ્રતિમા દેય ભલી, મહા ભદ્ધ દેય ચાર, દશ દિન સર્વ તે ભદ્રના, લાગઠ નિરધાર. ૪. વિણ પાણી તપ આદર્યા, પારણાદિક જાસ, દ્રવ્યા હાર પારણું કર્યા, ત્રણ ઓગણપચાસ. ૫. છમસ્થ એણી પરે રહ્યાએ, સહ્યા પરીસહ ઘેર, શુકલ ધ્યાન અનલે કરી, બાલ્યાં કર્મ કઠેર. ૬. શુકલ ધ્યાન અંતે રહ્યા, પામ્યા કેવળ જ્ઞાન, પદ્મવિજય કહે પ્રણમતાં, લહીએ નિત્ય કલ્યાણ. ૭.
महावीर स्वामीनु चैत्यवंदन ४
સુણી નિર્વાણ ગૌતમ ગુરૂ, પાછા વળતાં જેમ, ચિંતવતા વીતરાગતા, વીતરાગ હુઆ તેમ. ૧. વીર નાણ નિર્વાણ વળી, ગૌતમ કેવલ જ્ઞાન, ગુણણુ ગણીએ તેહનું, છઠ્ઠ તપ સુણી નિર્વાણ. ૨. સંભારે ગૌતમ નામથી, કેવલી પચ્ચાસ હજાર, નાણ દીવાળી પ્રણમતાં, પા કહે ભવપાર. ૩.
महावीर स्वामीनुं चैत्यवंदन (५)
જ્ઞાન ઉજવલ દિવા કરો મેરૈયા સઝાય, તપ જપ સેવ સુવાળીયા અધ્યાતમ કહેવાય. ૧. શુદ્ધ આહાર સુંદ્ધભક્ષીકા સત્ય વચન બેલ, શીયલ આભુષણ પહેરીએ