________________
વળી, સાડા ખટ માસ, ઘોર અભિગ્રહ આદર્યો, કિમ કીજે તાસ. ૨. માધવ સુદી દશમી દિને, પામ્યા કેવલ નાણ, પદ્મ કહે મહોત્સવ કરો, ચઉવીહ સુર મંડાણ. ૩..
महावीर स्वामीनुं चैत्यवंदन २
ત્રીસ વરસ કેવલપણે વિચર્યા મહાવીર, પાવાપુરી પધારીયા, શ્રી જિન શાસન ધીર. ૧. હસ્તિપાલ નૃપરાયની, રજજુકા સભા મઝાર, ચરમ ચોમાસુ ત્યાં રહ્યા, લેઈ અભિગ્રહ સાર. ૨. કાશી કોસલ દેશના, ઘણુ રાય અઢાર, સ્વામી સુણી સૌ આવીયા, વંદણને નિરધાર. ૩. સોલા પહોર દીધી દેશના, જાણે લાભ અપાર, દીધી ભવિહિત કારણે, વિધી તેહીજ પાર. ૪. દેવ શર્મા બેધન ભણી, ગાયમ ગયા સુજાણ, કાર્તિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણ. ૫. ભાવ ઉદ્યોત ગયે હવે, કરો દ્રવ્ય ઉદ્યોત, ઈમ કહી રાય સરે વલી, કીધી દીપક ત. ૬. દિવાલી તીથી થઈ જગમાંહી પ્રસિદ્ધ, પદ્મ કહે આરાધતાં, લહીએ અવિચલ રિદ્ધ. ૭.
- महावीर स्वामीनुं चैत्यवंदन ३ | નવ માસી તપ કર્યા, ત્રણ માસી કર્યા દોય, દેય દેય અઢી માસી કર્યા તિમ, દેઢ માસી હાય. ૧. બહોતેર પાસખમણ કર્યા, માસ ખમણ કર્યા બાર, ષદ્ધિમાસી તપ