________________
૨૨
લીલા પામી. ૨ સિદ્ધ બુદ્ધ તું વંદતા, સકલ સિદ્ધવર બુદ્ધ, રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ દ્ધ. ૩ કાળ બહુ સ્થાવર ભયે, ભમી ભવમાંહી, વિકસેંદ્રિયમાંહી વચ્ચે, પણ સ્થિરતા નહીં ક્યાંહી. ૪ તિર્યંચ પંચેદ્રિયમાંહી દેવ, કરમેં હું આવ્યું, કરી કુકમ નરકે ગયે, તુમ દરિશન નહીં થાય. ૫ એમ અનંત કાળે કરીએ, પાપે નર અવતાર, હવે જગતારક તુંહી મળે, ભવજલ પાર ઉતાર. ૬
श्री सीमंधर स्वामीनु चैत्यवंदन સીમંધર જિનવિચરતા, સેહે વિજ્ય મોઝાર. સમ વસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. ૧ નવતત્વની દીયે દેશના, સાંભળી સુરનર કેડ, ષ દ્રવ્યાદિ વર્ણવે. લે સમક્તિ કરજેડ ૨ ઈંહાથકી જિન વેગળા, સહસ તેત્રીસ શત એક, સત્તાવન જન વળી, સત્તર કળા વિશેષ. ૩ દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથકી હૃદય મેઝાર. ત્રિહુ કાલે વંદન કરૂં, શ્વાસ માટે સેવાર. ૪ શ્રી સીમંધર જિનવરૂએ, પૂરે વાંછિત કેડ, કાંતિવિજય ગુરૂ પ્રણમતા, ભક્તિ બે કરજેડ. ૫.
श्री आदीश्वर जिननु चैत्यवंदन ધુરે સમરું શ્રી આદિદેવ, વિમલાચલ સેહીએ, સૂરતિ મૂરતિ અતિ સફળ, ભવિયણનાં મન મહીએ. ૧. સુંદર