________________
૩૫૮
વાદળી બીછાવી, તેમાં ભર્યા નીર. જુઓ ૨ ઇંધણ પાણી જેવા સારૂ, ફરે અનુચર જતાં રે, બેઠી બાળા વનમાં દેખી, ત્યાં કણે જઈ પહોંચ્યા. જુઓ ૩ રે બાઈ તું એકલી વનમાં, ઈહાં કેમ જ આવી રે, કહે બેની સાંભળ વીરા, કમેં મુજને લાવી. જુઓ. ૪ અનુચરે જઈને સંભળાવ્યું. સારવાહની પાસે રે, મહાવનમાં એક નારી અનુપમ, બેઠી વડતરૂ છાંય. જુઓ. ૫ ઈંદ્રાણુને અપસરા સરીખી, રૂપા રૂપી ગાત્ર રે, કહે તે અહીયાં તેડીને લાવું, જેયા સરખી પાત્ર રે. જુઓ ૬ સારથવાહ કહે તેડીને લાવે, ઘડી ન લગાડે વિલંબ રે, અનુચર તેહને તેડી લાવ્ય, સારવાહની પાસરે. જુઓ ૭ વાત વિનોદની કરી સમજાવ, ભેળવી તે નારી રે. સારવાહે ઘરમાં બેસાડી, કર્મતણું ગતિ ન્યારી રે. જુઓ ૮ કર્મ કરે તે કેઈન કરે, કમેં સીતા નારીરે, દમયંતી છડી નળ નાકે, જુએ જુએ વાત વિચારી. જુઓ, ૯ સુકુમાલિકાએ મનમાં વિમાસી, છે સંજમ જેગરે, સારવાહના ઘરમાં રહીને, ભગવે નિત્ય નવા ભેગરે. જુઓ ૧૦ ભાઈ પિતાના સંજમ પાળે, દેશ દેશાન્તર ફરતારે, અનુક્રમે તેના ઘરમાં આવ્યા, ઘેર ઘેર ગૌચરી ફરતારે. જુઓ ૧૧ મીઠા મેદક ભાવ ધરીને, મુનિને હેરાવ્યા રે, મુનિ પણ મનમાં વિસ્મય પામ્યા, સમતા શું મન લાવી રે. જુઓ ૧૨ કહે બહેની સાંભળ વીરા, શી ચિન્તા છે તમને રે, મનમાં હોય તે કહે મુજ આગળ, જે હેય તમારા મનમેં. જુઓ ૧૩ તારા જેવી એક બેન