________________
३४३
મંગલ કમલા છમ ઘર આવે, ત્રિભુવન તિલક સમાન કહાવે. ૨ ઈતિ ઉપદ્રવ જેહ અકા, જંબુ ભરતમાંહ પુરી ચંપા, દધિવાહન ગુપ અભયા રાણી, માનુ લલિતાદિક ગુણે ઈંદ્રાણી. ૩ ઋષભદાસ નૃપ અભિમત શેઠ, લછિ કરે નિત જેહની વેઠ, ઘરણી નામ તસ અરિહા દાસી, બેહની જૈન મતે મતિ વાસી. ૪ સુભગ નામે અનુચર સુકુમાળ, તેહ તણે ઘર મહિષી પાલ, માઘ માસે એક દિન વન જાયે, સુવિહિત મુનિ દેખી સુખ પાવે. ૫ નિરાવરણ સહે શીત અપાર, મુખે કહે ધન્ય તેહને અવતાર, વંદી વિનય થકી આણંદ. એહવે તેજે તો દિણંદ. ૬ નમે અરિહંતાણું મુખે ભાખી, તિહાં મુનિ જિમ ગગને પંખી, આકાશ ગામિની વિદ્યા એહ, સુભગ નિશ્ચય કીધે તેહ. ૭ સુવે જાગે ઉઠે બેસે, એહિજ પદ કહેતે હૃદયે હિસે, શેઠ કહે વિદ્યા કેમ આપી, મુનિ સંબંધ કહે શિરનામી. ૮ રે મહા ભાગ સુભગ વળી એહથી, હરે કર્મ ટલે ભવ ભયથી, એહ વિદ્યા ગુણ પાર ન લહીએ, ધન પ્રાણી જેહને હિઅડે વહીએ. ૯ એમ કહી આ મંત્ર શીખ, સાધમિકને સંબંધ ભાગે, એ દિન ઘનવૃષ્ટિ નદી પુરે, ઘરે નવિ આ થયું અસુ રે. ૧૦ મહિષી સવિ પહેલાં ઘર આવી, સુભગે મનમાં વિદ્યા ભાવી, નદી ઉતરી પર તટ જાવે, લેહ કિલકે હિયડે વિધા. ૧૧ તે એ પણ તસ ધ્યાન ન ચૂકે, ચિત્ત સમાધિ તેહ ભવ મુકે, શેઠ તણે ઉપકારે ભરિએ, અરિહા સ્ત્રી ગર્ભે અવતરી. ૧૨.