________________
૩૩૫ श्री दश चंदखानी सज्झाय
ઢાળ ૧ લી (રાગ પાઈ) સમરી સિદ્ધ અનંત મહંત, કેવળજ્ઞાની સિદ્ધિ વરંત, ચંદરવા ઘરમાં દશ ઠામ, તેહ તણું કહું સુણજે નામ. ૧ ભજન પાન પીષણ ખાંડણે, શય્યા સંથારે અનંતણે, દેરાસર સામયક જાણ, છાસ, દહીં વિગયાદિક ઠામ, ૨ ચુલા ઉપર ચતુર સુજાણ, ચંદરવા બાંધે ગુણખાણ, તેહ તણું ફલ સુણજે સહું, શાસ્ત્રાન્તરથી જાણી કહું. ૩ જંબુ દ્વિપ ભરત પંડ, શ્રીપુર નગર દુરિત ખંડણે, રાજ કરે શ્રી જિન મહારાજ, તસ નંદન કુષ્ટિ દેવરાજ ૪ ત્રિક ચેક ચાચરને ચેતરે, પડહ વજાવી એમ ઉચ્ચરે, કોઢ ગુમાવે નૂપ સુત તણે, અર્ધરાજ દેઉ સ આપણે. ૫ જસેદિત્ય વ્યવહારી તણી, એણપરે કુંવરી સબલી ભણી, પડહ છબી તેણે ટાઢ્યા રેગ, પરણ્યાં તે બહુ વિલસે ભેગ, ૬ અભિનંદનને આપી રાજ, દિક્ષા લહે શ્રી જીવરાજ, દેવરાજ હુઆ મહારાજ, અન્ય દિવસે આવ્યા મુનિરાજ. ૭ સુણી વાત વંદન સંચર્યો, હય, ગય, રથ, પાયક પરવર્યો, અભિગમ પાંચે તિહા અનુસરી, નૃપ બેઠે તવ વંદન કરી. ૮ સુણી દેશના પુછે વાત, વિલસી સાત વરસ જે વ્યાય, કિમ કુંવારી ફરસે ટલી, કિમ કરપીડ એહસુ વલી ૯ જ્ઞાની ગુરૂ કહે સુણ તું ભૂપ, પુરવ ભવનું એહ સ્વરૂપ, મિથ્યામતિ વાસિત પ્રાણીઓ, દેવદત્ત નામે વાણિએ ૧૦ મહેશ્વરી